સૌથી મોટા સમાચાર- ફડણવીસ નહિ પરંતુ એકનાથ સિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી- જાણો શું ગેમ રમાઈ ગઈ?

મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે(Eknath Shinde)એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે…

મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે(Eknath Shinde)એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી હતી કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમણે કહ્યું કે, ભાજપ હિંદુત્વના નામે શિંદેનું સમર્થન કરશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી હશે. ફડણવીસે એમ પણ કહ્યું કે, તેઓ નવી સરકારમાં રહેશે નહીં. એટલે કે તે મંત્રી નહીં બને.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી હતી કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ફડણવીસે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવજી રાજીનામું આપે તો રાજ્યને વૈકલ્પિક સરકાર આપવાની જરૂર છે. મેં પહેલેથી જ કહ્યું છે કે સરકાર પડ્યા પછી વૈકલ્પિક સરકાર આવશે. તેથી આજે શિવસેનાના એકનાથ શિંદે જૂથ, ભાજપ અને કેટલાક નાના પક્ષોએ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો.

ભાજપે નક્કી કર્યું કે, ભાજપ એકનાથ શિંદને ટેકો આપશે. એકનાથ શિંદે આજે સાંજે 7.30 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે. હું પોતે કેબિનેટમાંથી બહાર થઈ જઈશ. શિંદેને શિવસેનાનું સમર્થન છે, ભાજપ પણ તેમને સમર્થન આપશે.

આ દરમિયાન ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, સરકારના બે મંત્રી જેલમાં છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. બાળાસાહેબ હંમેશા દાઉદનો વિરોધ કરતા હતા, પરંતુ ઉદ્ધવ સરકારના એક મંત્રી દાઉદ સાથે જોડાયેલા છે. જેલમાં ગયા પછી પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આ બાળાસાહેબનું અપમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *