ગુજરાતમાં પેપરલીક કાંડ અંગે સતત મીડિયામાં રહેતા યુવરાજસિંહને એક પરીક્ષાર્થીએ વેધક સવાલ કરતો પત્ર લખ્યો છે, જે અહી રજુ કરાયો છે. ગુજરાત માં હવે પેપરલીક થવું એ કોઈ મોટી ઘટના નથી રહી કારણકે વનરક્ષક નું પેપર ફૂટ્યું છે એ 14 મી ભરતી સાબિત થઈ છે અને છેલ્લા 4 વરસથી આ ભરતી વિવાદિત રીતે સ્થગિત કરવામાં આવી હતી જેમાં લાંબી લડત કર્યા બાદ જાહેર કરવામાં આવી. આ ભરતી હવે રદ થઈ તો વનરક્ષક ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને ફરી થી પાછળ જતી પરીક્ષા આપવાની એટલે કે જિંદગી ના 5 વર્ષ બદબાદ થશે.
પરીક્ષા રદ કરવાની બદલે પેપરલીક જ્યાંથી થયું છે અને જે વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું છે તેની જ ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે તો 10 માણસો ના લીધે બીજા 5 લાખ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બરબાદ થતું અટકાવી શકાય એમ જ છે.
એક શંકા એ પણ છે કે પેપરલીક કાંડ ની જે પણ ઘટનાઓ બની છે તેમ આરોપીઓ હંમેશા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના જ કેમ હોય છે કોઈપણ ભરતી માં કેમ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત ના આરોપી પકડાતા નથી શુ પેપર ફોડવા વાળા ઉત્તર ગુજરાતમાં જ રહેતા હોય ? સૌરાષ્ટ્ર ના ક્યારેય આરોપીઓ હોય જ નહીં ?
બીજું કે જ્યારે પેપરલીક ની વાત આવે ત્યારે બની બેઠેલો આગેવાન યુવરાજ કેમ બોલતો થઈ જાય છે. 2021 માં સિનિયર કલાર્ક ની પરીક્ષા માં પણ ગેરરીતિ ની ઘટના બની હતી ત્યારે આ આગેવાન ક્યાં દર માં છુપાઈ ગયો હતો? આંદોલનની ચીમકીઓ આપીને કેમ ગાયબ થઇ જાય છે? તેની પાસે આટલી સ્ટ્રોંગ માહિતી હોય છે તો પરીક્ષા અગાઉ કેમ આ પેપર ફોડનારાને પકડાવી દેતો? બીજા વિદ્યાર્થીઓને પરીક્ષાઓ રદ્દ કરાવીને નુકસાન શા માટે કરે છે?
કોઈ પક્ષ નો મોહોરો બનાવીને પોતાની પબ્લિસિટી માટે યુવાનોની પરીક્ષા રદ કરાવવી કેટલી યોગ્ય? યુવાનો એટલું કહે છે કે પરીક્ષા માં જે આરોપી વિદ્યાર્થીઓ છે ,તે પકડીને કાર્યવાહી કરે તો અમારે તો સમય નો બગાડ ન થાય. નહીતો પરીક્ષાઓ રદ થતી રહેશે અને ઉંમર વધતી રહેશે. પછી અમારે ક્યાં મોઢે પરિવાર સામે બેસવું ?