સુરત(Surat): એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કોર્ટરૂમમાં શું થયું તે આરોપી ફેનિલ ગોયાણી(Fenil Goyani)ના વકીલે ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma murder case) કેસ ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ(Zameer Sheikh)ની એક ખાનગી ચેનલ સાથે વાતચીત થઇ હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, જેમાં વકીલને કેસ હાથમાં લીધો તે અંગે પૂછતાં તેને જવાબ આપતા કહ્યું હતું કે, માહોલ ખુબ જ ગરમાયો હતો અને આરોપીની વિરુદ્ધમાં હતું અને પણ જોઈ કોઈ દર્દી ગંભીર હોય અને હોસ્પિટલમાં જાય અને ડોક્ટરને પણ ખબર હોય કે આ દર્દી ગંભીર છે, તો કોઈ ડોક્ટર તેની સારવાર કરવા માટે ઇનકાર નથી કરતા. આ કેસ અઘરો કેસ છે. પરંતુ હું તેને બચાવવાનો પુરેપુરો પ્રયત્ન કરી રહ્યો છું.
વધુમાં ફેનીલના વકીલે કહ્યું હતું કે, આજે ફર્ધર સ્ટેટમેંટ લેવામાં આવ્યું છે અને અમારા દ્વારા તેના જવાબ આપવામાં આવ્યા છે. અંદાજે 900 થી વધુ સવાલો હતા અને તે તમામ સવાલોના આરોપી તરફે અમે જવાબ આપ્યા છે. આ દરમિયાન એક છેલ્લો પ્રશ્ન એ હતો કે, તમે કઈ વિશેષમાં કહેવા માંગો છો? તો અમે આરોપી તરફથી લેખિતમાં જણાવ્યું હતું કે, અમે અમુક પુરાવા રજુ કરવા માંગીએ છીએ. ત્યારબાદ અમે એક પેનડ્રાઈવ અને ફોટોગ્રાફ્સ છે તેને નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. આ રજુ કરવામાં આવેલ ફોટો અંગે ફેનીલ ગોયાણીના વકીલે જણાવતા કહ્યું હતું કે, તે ફોટોગ્રાફ્સ એવા છે કે, જે આ સમગ્ર ઘટના છે તેની પ્રોસીક્યુશનની સ્ટોરી છે અને જે ચાર્જશીટ છે તેમાં એવું છે કે, તેમાં એક તરફા પ્રેમ ફેનિલ તરફથી હતો. તે વાતને લગતા આ ફોટોગ્રાફ્સ છે.
વકીલ ઝમીર શેખે વધુમાં કહ્યું છે કે, આ ફોટોગ્રાફ્સ દ્વારા એક તરફી પ્રેમમાં ફેનિલ હતો તે ખોટું છે તેવું હું સાબિત કરવા માંગું છું. વન સાઈડ લવ ન હતો તેવું હું સાબિત કરવા માગું છું. હવે નામદાર કોર્ટ તેને કઈ રીતે લે છે અને મને કેટલી તેનાથી મદદ થશે તે તો નામદાર કોર્ટ દ્વારા જ નકકી કરવામાં આવશે.
વકીલ ઝમીર શેખે ઘટસ્ફોટ કર્યો છે, અને શા માટે આરોપી ફેનીલ ગોયાણી એકલો જ આ હત્યા કેસમાં શામેલ નહિ પણ તેની સાથે તેની ધર્મની બહેનને પણ કેમ આરોપી ન બનાવવી? એ બાબતે વિચારી રહ્યા હોવાનું નામદાર કોર્ટના ન્યાયાધીશે કહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એની બહેનને થોડા દિવસ અગાઉ જ કોર્ટમાં કહ્યું હતું કે ફેનીલે તેને જેલમાંથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટમાં ફેનીલ વિરોધી નિવેદન ન આપે. ત્યારે હવે નામદાર કોર્ટના ન્યાયાધીશે ફેનીલની ધર્મની માનેલી બહેનને આરોપી બનાવવા કે કેમ તે અંગે પ્રશ્ન કરતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.