આવનારી 5 સદીઓ સુધી અડીખમ રહેશે અમદાવાદની આંબલીવાળી પોળ- જ્યાં પ્રમુખસ્વામીએ સંભાળી હતી BAPS ની કમાન

પ્રમુખસ્વામી મહારાજ ૧૯મી સદીના મહાન સંતવિભૂતિ હતા. ઇ.સ.૧૯૦૭માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રી અક્ષર પુરષોતમ મહારાજની બોચાસણ મંદિર ખાતે કરીને BAPS સંસ્થાની સ્થાપના કરી હતી. સ્થાપના સમયે શાસ્ત્રીજી મહારાજ સાથે વેઢે ગણાય એટલા જ સંતો હતા, જે આજે એક વિરાટ વટવૃક્ષ બનીને વિશ્વના 45 કરતા પણ વધારે દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને “હમેશા બીજાના ભલા માંજ આપણું ભલું છે” પ્રમુખસ્વામીના સૂત્રની સુવાસ ફેલાવી રહ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વના સેંકડો હરિભક્તોના હર્દયમાં સ્થાન લીધું હતું. તેમણે જે મુશ્કેલીઓ વેઠીને આજે સંસ્થાને જે મુકામે પોહચાડી છે, જે અશક્ય કહી શકાય તેવા કાર્યને તેમણે શક્ય બનાવ્યું છે. લાખો યુવાનોને જીવન જીવવાની સાચી રાહ હજારો વ્યક્તિઓના જીવન પરિવર્તિત કરીને સારા અને સાચા રસ્તે વાળીને પ્રેરક બળ પૂરું પાડ્યું છે. તેમના સંપર્કમાં આવનાર ઘણાં બધા વ્યક્તિઓને અલૌકિક અનુભવ પણ થયો છે. પ્રમુખ સ્વામી મહારાજ ને મળવા માત્રથી ઘણા બધા લોકોના જીવન બદલાઈ ગયા છે.

આજે અમે વાત કરીશું ગુજરાતના અમદાવાદ શહેરની આંબલીવાળી પોળની. જે આજે વિશ્વ ફલક પર અવિસ્મરણીય સ્થાનની ખ્યાતી મેળવી ચુક્યું છે. અમદાવાદની આંબલીવાળી પોળની કાયાપલટ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલા શાહપુરની વચ્ચોવચ આવેલી આંબલીવાળી પોળમાં બીએપીએસ સંસ્થાની અઢળક અવિસ્મરણીય યાદો જોડાયેલી છે.

આ પોળમાં વર્ષ ૧૯૬૦થી ૧૯૫૧ સુધી સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા, અને શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને દીક્ષા આપી હતી. અને ચાદર ઓઢાડીને સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારે આજે આ આંબલીવાળી પોળને રીકન્ટ્રકશન માટે આ પોળમાં રહેતા પંદર-વીસ હરિભક્તોએ એમના ઘર બીએપીએસ સંસ્થાને પ્રસાદી આપી દીધા બાદ અંદાજે 50 હજાર સ્ક્વેરફુટમાં રીકન્ટ્રકશન કરાયું છે.

જણાવી દઈએ કે, હજુ ત્રણ દિવસ પહેલાં જ આ અમદાવાદની આંબલીવાળી પોળ હરિભક્તો માટે ખુલ્લી મુકાઈ છે. તો ચાલો આપણે સૌ વાંચક મિત્રો સાથે મળીને આ પોળના ઇતિહાસ તેની વિશેષતા તેનો મહિમા જાણીએ.

આ આંબલીવાળી પોળનું કન્ટ્રકશન અંદાજિત ૫૦ હજાર સ્ક્વેરફુટમાં કરવામાં આવ્યું છે. અને આ પોળમાં ૨૦૦૦ સ્ક્વેરફૂટની ફ્લોર સ્પેસ પણ આપવામાં આવી છે. સાથેસાથે આ પોળમાં તૈયાર થયેલા સ્મૃતિ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. અહીના રૂમમાં પ્રમુખસ્વામી મહારાજને ચાદર ઓઢાડી સંસ્થાની ગાદી સોંપી હતી, એ વખતના સમયના વાર્તાલાપની એક જાંખી પણ તમને જોવા મળશે.

તમે જણાવી દઈએ કે, આ નવી આંબલીવાળી પોળની વિશેષતા એ છે કે, તેમાં તમામ આર્કિટેક્ચર એમના કલ્ચર અને પરંપરા મુજબનુ જુનું અને પરંપરાગત મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ કન્ટ્રકશન આવનારા પાંચસો વર્ષ સુધી અડીખમ ઊભું રહેશે.

આ નવીનીકરણ દરમિયાન સેન્ટ્રલચોક અને ઝરુખા રીનોવેટ કરવામાં આવ્યા છે. તેમજ જો તમે મકાનનું ફ્લોરિંગ જોવા જશો તો, તમને સો-દોઢસો વર્ષ પહેલાની ટાઇલ્સ જેવું જ દેખાશે તેમજ આ મકાનમાં શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રને દર્શાવતી એક સુંદર નયનરમ્ય ફોટો પણ બનાવવામાં આવી છે. તેમજ શાસ્ત્રીજી મહારાજ જે ખાટલામાં આરામ કરતા હતા, સુતા હતા, તે ખાટલા પર આબેહૂબ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પણ મૂકવામાં આવી છે.

આ સાથે જ આંબલીવાળી પોળમાં એક સભાગૃહ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ૮૦૦થી ૧૦૦૦ હરિભક્તો એકસાથે બેસી શકશે, અને પ્રાર્થના સભામાં બેસીને પ્રાર્થના સભાનો લાહવો પણ મળી શકશે. અહીંના પાર્કિંગમાં એકસાથે 200થી 300 ટુવીલ અને 50થી 100 કાર પાર્ક થઇ શકે છે.

આંબલીવાળી પોળનો ઇતિહાસ તમને જણાવીએ તો, વર્ષ ૧૯૬૦થી ૧૯૫૧ સુધી શાસ્ત્રીજી મહારાજ આ પોળમાં પધારતા હતા અને ઘરે-ઘરે વિચરણ કરતા હતા. તેમજ શાસ્ત્રીજી મહારાજના અનેક સત્સંગો સભાઓ, અને ઉત્સવોની સાક્ષી આંબલીવાળી પોળ છે. સાથે-સાથે વર્ષ ૧૯૩૯માં શાસ્ત્રીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજને આજ આંબલીવાળી પોળમાં દીક્ષા પણ આપી હતી.

પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે બાબુભાઈ પટેલના ઘરમાં દીક્ષા આપી હતી, તેમજ વર્ષ 1942માં પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતનો અભ્યાસ પણ અહીં જ રહીને આંબલીવાળી પોળમાં કર્યો હતો અને છેલ્લે 21 મે ૧૯૫૦ના દિવસે શાસ્ત્રીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજને ચાદર ઓઢાડી સંસ્થાની ગાદી સોંપી હતી. પ્રમુખસ્વામી મહારાજ આ પોળમાં ઘરે-ઘરે જોળી માંગીને નિર્વાહ કરતા હતા. ત્યારે પ્રમુખસ્વામી મહારાજનું પ્રિય સ્થળ આજે બીએપીએસના દેશ-વિદેશના અસંખ્ય હરિભક્તો માટે પ્રાસાદિક સ્થાન બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *