શહેરમાં સ્વચ્છતાને લઈને પાલિકાના અધિકારીઓ કડક બન્યા છે. જાહેરમાં થૂંકનારને 100 રૂપિયામાં દંડ ફટકારવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાં જાહેરમાં શ્વાનને શૌચ કરવા લઈ આવનાર યુવકને પાલિકાના અધિકારીએ રોક્યો હતો. પરંતુ યુવકે હઠે ભરાઈને બે શ્વાનોને જાહેરમાં શૌચ કરાવતાં પાલિકાના અધિકારીએ પોલીસને બોલાવીને યુવકને 3 હજારનો દંડ કર્યો હતો. બાદમાં યુવકે ધમકી આપી હોવાથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
યુવકે દિલ્હીના કાયદા બતાવ્યાં
પાલિકાના અધિકારી રમણ નાયકાએ જણાવ્યું હતું કે, અડાજણ વિસ્તારમાં તેઓ ગ્રુપ સફાઈ કરી રહ્યાં હતાં. બારેક કર્મચારીઓ સફાઈ કરતાં તે દરમિયાન વિશ્વજીત સંદીપ જેઠાણી નામનો યુવક તેના બે ડોગને શૌચ કરાવવા જાહેરમાં લઈને આવ્યો હતો. તેને રોકવામાં આવ્યો અને દંડ કરવાનું કહ્યું તો સામે નિયમો બતાવતાં કહેવા લાગ્યો કે એનિમલ એક્ટ મુજબ તમે કશું જ ન કરી શકું. હું દિલ્હીનો છું લો(કાયદા) અંગે મને પણ જાણ છે એટલે મેં શ્વાનને જાહેરમાં શૌચ કરાવવાના ફોટા પાડી પોલીસને બોલાવી હતી. બાદમાં દંડની રસિદ આપી હતી.
ધમકી આપી તેથી ફરિયાદ અપાઈ
અડાજણ પોલીસમાં અરજી આપનાર ફરિયાદી રમણ લાલ નાયકા (સેનેટરી ઇન્સ્પેક્ટર, મનપા) સાથે શુક્રવારની સાંજે આ બબાલ બની હતી. બાદમાં યુવક દ્વારા દંડ કરવામાં આવ્યો હોવાથી બોલાચાલી કરાઈ હતી અને બોલાચાલી કરવામાં આવી હતી. ધમકી અપાતા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી આપવામાં આવી હતી.
જાહેરમાં થૂંકનારને કરાઈ ઉઠબેસ
પાલિકાના અધિકારીઓ દ્વારા હવે ઓનલાઈન કેમેરા થકી તો દંડ આપવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ સાથે સાથે રસ્તામાં જો કોઈ થૂંકતા દેખાય તો તેની પાસેથી પણ દંડ લેવામાં આવે છે. બે દિવસ અગાઉ જાહેરમાં થૂંકનાર એક યુવક પાસે રૂપિયા ન હોવાથી દંડ અને જાગૃતિના ભાગરૂપે જાહેરમાં ઉઠબેસ કરાવવામાં આવી હતી.
પાલિકાના કર્મચારીને પણ દંડ કરાયો
પુણા ગામ વિસ્તારમાં પાલિકાનો કામદાર જાહેરમાં થૂંક્યો હોવાથી લોકોએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે બોલાવીને તેમનો દંડ વસૂલવાની ફરજ પાડી હતી. હાલ લોકો અને અધિકારીઓમાં જે રીતે સ્વચ્છતાને લઈને સરાહનિય કામ થઈ રહ્યાનું લોકો કહી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.