સસ્તું થયું : જન ઔષધિ કેન્દ્રો પર સેનિટરી નેપ્કિન હવેથી માત્ર 1 રૂપિયામાં ખરીદી શકાશે

સરકાર જન ઔષધિ કેન્દ્રોમાં વેચાતાં ‘સુવિધા’ સેનિટરી નેપ્કિનને વધારે સસ્તું કરી રહી છે. 2.50 રૂપિયામાં મળતા સેનિટરી નેપ્કિન 27 ઓગસ્ટથી માત્ર 1 રૂપિયામાં મળશે. 5,500 જન ઔષધિ કેન્દ્રો પર 10 રૂપિયાનું સેનિટરિ નેપ્કિનનું પેકેટ હવેથી માત્ર 4 રૂપિયામાં મળશે.

5,500 જાહેર આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ

કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપ્કિન ‘સુવિધા’ 27 ઓગસ્ટથી જન ઔષધિ કેન્દ્ર પર સબ્સિડી દર પર મળશે. માંડવિયાના જણાવ્યા પ્રમાણે, ચાર પેડ્સના પેકેટની કિંમત અત્યારે 10 રૂપિયા છે, જેની કિંમત મંગળવાર 27 ઓગસ્ટથી 4 રૂપિયા થઈ જશે. ‘સુવિધા’ બ્રાન્ડ નામથી આ નેપ્કિન સમગ્ર દેશમાં 5,500 જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ હશે.

છેલ્લા 1 વર્ષમાં 2.2 કરોડ સેનેટરી નેપ્કિનનું વેચાણ થયું

છેલ્લા એક વર્ષ દરમિયાન જન ઔષધિ કેન્દ્રો પરથી લગભગ 2.2 કરોડ સેનિટરી નેપ્કિનનું વેચાણ થયું છે. કિંમતોમાં ઘટાડો થવાથી વેચાણ બમણું થવાની સંભાવના છે. મનસુખ માંડિવાયાના જણાવ્યા પ્રમાણે, અમે ગુણવત્તા, વ્યાજબી કિંમત પર ધ્યાન આપી છીએ.

માર્કેટમાં મળતા સેનિટરિ નેપ્કિનની સરેરાશ કિંમત 6થી 8 રૂપિયા છે. આ મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. સબ્સિડીવાળા સેનેટરી નેપ્કિનનાં વેચાણને બ્લેક માર્કેટમાં રોકવા માટે સરકાર જરૂરી પગલા લેશે.

2018માં યોજનાની શરૂઆત થઈ હતી

સેનિટરી નેપ્કિન યોજનાની જાહેરાત માર્ચ 2018માં થઈ હતી અને મે 2018માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષમા જન ઔષધિ કેન્દ્રો પરથી અંદાજે 2.2 કરોડ સેનિટરી નેપ્કિનનું વેચાણ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *