…. તો ૧૭ જુને થશે સલમાન ખાનની ધરપકડ- જવું પડશે જેલમાં

Entertainment Desk: હાલમાં જ રીલીઝ થયેલી Bharat ફિલ્મની બોક્સ ઓફીસ કમાણી જોઇને સલમાન ખાન ખુશ છે. પરંતુ બીજા એક ખરાબ સમાચાર પણ આવી રહ્યાં છે.…

Entertainment Desk: હાલમાં જ રીલીઝ થયેલી Bharat ફિલ્મની બોક્સ ઓફીસ કમાણી જોઇને સલમાન ખાન ખુશ છે. પરંતુ બીજા એક ખરાબ સમાચાર પણ આવી રહ્યાં છે. કાળિયાર શિકાર મામલે જોડાયેલાં હથિયારનું લાઇસન્સ ગૂમ થઇ જવાને લઇને સલમાન ખાન તરફથી ખોટું સોગંદનામું આપવામાં આવ્યું હતું એને લઈને મંગળવારે CJM- ગ્રામીણ કોર્ટમાં સુનાવણી થઇ. 1998ના કાળીયાર શિકાર મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનું કોઇપણ રીતે એવું જાની જોઇને નહોતું કર્યું કે તે ખોટુ સોગંદનામું ની રજૂઆત કરે.

Hearing the arguments on an alleged case of ‘false affidavit’ on arm licence filed by Bollywood star Salman Khan in the black buck poaching case of 1998, a local court in Jodhpur on Tuesday listed the pronouncement of its order on June 17. .

એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી નથી થઇ. 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો. તે પ્રકરણમાં સલમાન તરફથી હથિયારનું લાયસન્સ ખોવાઇ ગયાને લઇને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.

ફરિયાદીપક્ષે આ સોગંદનામાને ખોટું ગણાવી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેનાં માટે કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરવા પ્રાર્થના પત્ર વર્ષ 2006માં રજૂ કર્યુ હતું. આ મામલે સતત સુનાવણી થયા બાદ કોર્ટે મંગળવારે આ કેસમાં 17 જૂનનાં રોજ નિર્ણય સંભળાવવાનો આદેશ કર્યો છે.

ખોટું એફિડેવિટ એટલે કે સોગંદનામું કરવાના આરોપ સર થઇ શકે છે સાત વર્ષ સુધીની જેલ ની સજા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *