ભારતીય જીવન વીમા નિગમ (LIC) દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોકાણના વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે. જો તમે બમ્પર વળતર સાથે નિશ્ચિત લાભો સાથેનો પ્લાન શોધી રહ્યાં છો, તો LICનો પ્લાન તમારી શોધને સમાપ્ત કરી શકે છે. આ પ્લાનનું નામ LIC જીવન શિરોમણી પ્લાન (LIC Jeevan Shiromani Plan)છે.
જાણો LIC ના આ પ્લાન વિશે:
LICની જીવન શિરોમણી યોજના એ બિન-લિંક્ડ, સહભાગી, વ્યક્તિગત, જીવન વીમા બચત યોજના છે. આ એક મર્યાદિત પ્રીમિયમ ચુકવણી મની બેક જીવન વીમા યોજના છે. આ યોજના ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ માટે છે.
તમે ઓછામાં ઓછી આ રકમ-વીમા માટે પ્લાન લઈ શકો છો:
જો તમે એલઆઈસીનો આ પ્લાન લેવા ઈચ્છો છો, તો તમારે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાની બેઝિક સમ એશ્યોર્ડ સાથે આ પ્લાન લેવો પડશે. આમાં મહત્તમ વીમા રકમ પર કોઈ મર્યાદા નથી. તમે આ પ્લાનનું પ્રિમિયમ વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક ધોરણે ચૂકવી શકો છો.
કેટલી ઉંમર હોવી જોઈએ:
LICનો જીવન શિરોમણિ પ્લાન ખરીદવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. 45 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ 20 વર્ષની મુદત માટે આ પોલિસી લઈ શકે છે. તેમજ 45-48 વર્ષની વય જૂથના લોકો મહત્તમ 18 વર્ષની મુદત માટે પોલિસી લઈ શકે છે. 48 વર્ષથી 51 વર્ષની વય જૂથની વ્યક્તિ વધુમાં વધુ 16 વર્ષ સુધી આ પોલિસી લઈ શકે છે. આ ઉપરાંત 55 વર્ષ સુધીની વ્યક્તિ મહત્તમ 14 વર્ષની પોલિસી ટર્મ સાથે આ પ્લાન લઈ શકે છે.
તમે આ રીતે લઇ શકો છો લોન:
આ પ્લાન સાથે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે ઓછામાં ઓછું એક વર્ષનું પ્રીમિયમ ભર્યા પછી લોન લઈ શકો છો. તમે પ્લાન સાથે જોડાયેલ શરતો અનુસાર લોન લઈ શકો છો.
આ એક કરોડની વીમાની રકમ માટે ચૂકવવાનું પ્રીમિયમ છે:
LIC કેલ્ક્યુલેટર મુજબ, જો 29 વર્ષની વ્યક્તિ 20 વર્ષ સુધી આ પોલિસી લે છે. તો તેણે 16 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવું પડશે. તેણે પ્રથમ વર્ષ માટે દર મહિને ટેક્સ સહિત રૂ. 61,438નું પ્રીમિયમ ચૂકવવું પડશે. તેમજ બીજા વર્ષથી, વ્યક્તિએ દર મહિને 60,114.82 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવું પડશે. મેચ્યોરિટી પર તમને 1,34,50,000 રૂપિયા મળશે. પોલિસીધારકોને સર્વાઈવલ બેનિફિટ પણ મળે છે. આ ઉપરાંત પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકના મૃત્યુ પર, ચોક્કસ રકમ-વિમાધારક નોમિનીને મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.