ભારતમાં કોરોના(Corona)ના ‘XE’ પ્રકારનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. આ વેરિઅન્ટ ઓમિક્રોન, BA.1 અને BA.2ના બે વેરિઅન્ટથી બનેલું છે. સંશોધન પરથી જાણી શકાય છે કે તે ઓમિક્રોન કરતાં 10% વધુ સંક્રમિત હોઈ શકે છે. આ નવા વેરિઅન્ટનો પહેલો કેસ આ વર્ષે 19 જાન્યુઆરીએ બ્રિટન(Britain)માં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે જે મહિલામાં કોરોનાનું XE વેરિઅન્ટ(XE Variant) જોવા મળ્યું હતું તે ફિલ્મના શૂટિંગ ક્રૂનો ભાગ હતી, જે 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવી હતી. WHO એ કહ્યું છે કે, આ વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ 10 ટકા વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.
મુંબઈમાં મળી આવ્યો XE વેરિઅન્ટથી સંક્રમિત દર્દી:
XE વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ 50 વર્ષની મહિલા છે. તેને રસીના બંને ડોઝ લઇ લીધા છે. મહિલા 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવી હતી. આ સિવાય તેની પાસે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દેશમાં પરત ફરતી વખતે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
જાણો XE વેરિઅન્ટના લક્ષણો શું છે?
આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં ગડબડ વગેરેનો સમાવેશ થઈ શકે છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 600 કેસ નોંધાય ચુક્યા છે.
શું XE વેરિઅન્ટ ખૂબ જ સંક્રમિત છે?
હાલ સુધીમાં એવા કોઈ પુરાવા નથી કે XE વેરિઅન્ટ વધુ ગંભીર છે. તે ઓમિક્રોનના પેટા વેરિયન્ટ્સથી બનેલું છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ વેરિઅન્ટો ઓછા ખતરનાક દેખાતા હતા.
ભારત માટે કેટલું ખતરનાક:
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, XE વેરિઅન્ટની અસર ડેલ્ટા જેટલી ભયંકર નહીં હોય, કારણ કે દેશમાં મોટી વસ્તીને રસી આપવામાં આવી છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, હજુ સુધી એવા કોઈ સંકેતો નથી કે આ વેરિઅન્ટ નવી લહેર લાવી શકે. પરંતુ માસ્ક સહિત કોરોનાથી બચવાના તમામ પગલાં ચાલુ રાખવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.