ઘર બનાવવા વપરાતું સ્ટીલ સરિયાના ભાવમાં થયો મોટો ફેરફાર- જાણો જનતાને ફાયદો થશે કે નુકસાન?

થોડા સમય થી સ્ટીલ(Steel) અને લોખંડ(iron) ના ભાવ ખુબજ વધી રહ્યા હતા. હાલમાં પંજાબમાં (Punjab)સરિયાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે, કિંમતમાં લગભગ 3,000…

થોડા સમય થી સ્ટીલ(Steel) અને લોખંડ(iron) ના ભાવ ખુબજ વધી રહ્યા હતા. હાલમાં પંજાબમાં (Punjab)સરિયાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે, કિંમતમાં લગભગ 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે. બ્રાન્ડેડ સરિયા 71000 રૂપિયા પ્રતિ ટન અને સ્થાનિક બ્રાન્ડના સરિયા 67000 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. પંજાબમાં એક સપ્તાહમાં કુલ 7 હજાર રૂપિયા પ્રતિ ટન સસ્તા થયા છે. જેનાથી ઘર બનાવતા લોકોને મોટી રાહત મળી છે.

અગાઉ, ગુરુવારે, બ્રાન્ડેડ સરિયાની કિંમત 74000 રૂપિયા પ્રતિ ટન હતી જ્યારે સ્થાનિક બ્રાન્ડના સરિયા ની કિંમત 71000 પ્રતિ ટન હતી. મોંઘવારી વચ્ચે ઘર બનાવવાનું સપનું જોતા લોકો માટે આ રાહતના છંટકાવથી ઓછું નથી. ભાવ ઘટાડાથી વેપારીઓને પણ થોડી રાહત મળી છે.

સિમેન્ટ ના ભાવ માં ૧૦ રૂપિયા ઘટ્યા
લોખંડ ની સાથે સિમેન્ટના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણી કંપનીઓએ કિંમતોમાં લગભગ 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે સિમેન્ટના ભાવમાં હવે પ્રતિ ટર્ન 10 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ સિમેન્ટના વધતા ભાવે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઘણી જગ્યાએ મકાનોનું કામ અટકી ગયું હતું. ઉલ્લેખનીય છે કે બિલ્ડીંગ મટીરીયલની માંગમાં મંદીને કારણે રીબાર અને સિમેન્ટના ભાવ આ દિવસોમાં નીચે આવ્યા છે. એક મહિના પહેલાની સરખામણી કરીએ તો ભાવમાં ઘટાડો થયો છે.

વ્યાપારી નું કહેવું છે કે સ્ટીલ ના ભાવ માં પણ ઘટાડો થશે
સ્ટીલની કિંમતો ઘટાડવા માટે કેન્દ્ર સરકાર વિદેશથી આયાત થતા સ્ટીલ અને તેના કાચા પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવા જઈ રહી છે. આ સિવાય સ્ટીલની નિકાસ પર નવો સેસ લગાવવામાં આવશે. તેનાથી સ્ટીલની નિકાસ પર અંકુશ આવશે અને સ્થાનિક ઉદ્યોગો માટે સ્ટીલની ઉપલબ્ધતા વધશે. તે સ્પષ્ટ છે કે આનાથી સ્ટીલના ભાવમાં ઘટાડો થશે. તેનાથી ઉદ્યોગને ઘણો ફાયદો થશે.

સરિયા ની કિંમત (રૂ. પ્રતિ ટન)
નવેમ્બર 2021 : 70000, ડિસેમ્બર 2021 : 75000, જાન્યુઆરી 2022 : 78000, ફેબ્રુઆરી 2022 : 82000, માર્ચ 2022 : 83000, એપ્રિલ 2022 : 78000, મે 2022 : 71000

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *