ભયંકર પ્લેન અક્સ્માતનો LIVE વિડીયો- હવામાં ઉડે એ પહેલા જ વિમાનના થઇ ગયા બે ટુકડા

ઈન્ટરનેટ પર વિમાન ક્રેશ (Plane crash)ના ઘણા વીડિયો જોવા મળે છે પરંતુ વિમાનના બે ભાગમાં વિભાજીત થવાની ઘટના ભાગ્યે ખુબ જ ઓછી જોવા મળે છે. વિમાનને બે ભાગમાં વિભાજીત થવું એ સામાન્ય બાબત નથી. આવી જ એક દુર્ઘટના મધ્ય અમેરિકા (Central America)ના દેશ કોસ્ટા રિકા (Costa rica)માંથી સામે આવી છે. જ્યાં ઈમરજન્સી લેન્ડિંગ(Emergency landing) દરમિયાન વિમાનના બે ભાગ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ભયાનક અકસ્માત:
એક અહેવાલ મુજબ, આ ભયાનક દુર્ઘટના કોસ્ટા રિકાના જુઆન સાંતામારિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ હતી. જેણે સૌના હોશ ઉડાવી દીધા હતા. DHL કંપનીના બોઈંગ 757-200 કાર્ગો એરક્રાફ્ટને કોઈ કારણસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તે દરમિયાન તેની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન રનવે પર લેન્ડ થાય છે અને થોડે દૂર જાય છે. એ જ દરમિયાન તેનું સંતુલન ખોરવાઈ જાય છે. આ પછી તે તેની દિશા બદલે છે અને તેનો પાછળનો ભાગ એક મોટા ધડાકા સાથે તૂટી જાય છે. DHL કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં વિમાન ચલાવી રહેલા બંને ક્રૂ મેમ્બર્સને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. જોકે, એક ક્રૂ મેમ્બરને ચોક્કસપણે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે.

પ્લેન ગૌતમાલા જઈ રહ્યું હતું:
રિપોર્ટ અનુસાર આ વિમાન ગૌતમાલા જઈ રહ્યું હતું. પછી તેની હાઇડ્રોલિક્સ સિસ્ટમમાં કંઈક ગડબડ થઈ હતી. આ પછી પાયલટે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી. આ દરમિયાન, DHL કંપનીનું તેજસ્વી પીળા રંગનું વિમાન બે ભાગમાં વિભાજીત થઈ ગયું હતું. તમે આ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોઈ શકો છો. લેન્ડિંગ દરમિયાન વિમાનના પાછળના પૈડા પણ અલગ થઈ ગયા હતા. DHLએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *