કાળઝાળ પડી રહેલી ગરમીથી બચવા રિક્ષા ચાલકે કર્યું અનોખું કામ, જોઇને તમે પણ કહેશો વાહ…

સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ વિડીઓ(Video) કે ફોટાઓ(Photos) વાયરલ(Viral) થતા જ હોય છે. અમુક વાર આ વિડીઓ કે ફોટાઓ ચોકાવી દેતા હોય છે.…

સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ વિડીઓ(Video) કે ફોટાઓ(Photos) વાયરલ(Viral) થતા જ હોય છે. અમુક વાર આ વિડીઓ કે ફોટાઓ ચોકાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તે ખૂબ જ રસપ્રદ છે કે કેવી રીતે આપણી આસપાસના લોકો રોજીરોટી કમાવવા માટે નવા પ્રયોગો સાથે આવે છે. અહી, ગરમીથી રાહત મેળવવા માટે એક ઈ-રિક્ષા ચાલકે અનોખું કામ કર્યું.

ઈ-રિક્ષાની આવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી:
એરિક સોલહેમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં એક વ્યક્તિ તેની રિક્ષામાં બેઠેલો જોવા મળે છે. પરંતુ વાહન એવું નથી જે તમે રોજ જુઓ છો. તે ઘાસના લીલા સ્તરોથી ઢંકાયેલું છે. ઉપરાંત, રિક્ષાની આજુબાજુ ઘણા નાના છોડવાઓ પણ જોઈ શકાય છે. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘આ વ્યક્તિએ ઉનાળામાં ગરમી ન લાગે તે માટે તેની રિક્ષા પર ઘાસ ઉગાડ્યું હતું. જે ખરેખર ખુબ જ સારું કામ કર્યું કહેવાય.

જ્યારે આ ફોટો વાયરલ થયો ત્યારે લોકોએ આવી પ્રતિક્રિયા આપી:
આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે, ‘ભારતીય સૌથી ઈનોવેટિવ લોકોમાંથી એક છે. ફરક માત્ર એટલો જ છે કે ઘણીવાર આપણે આપણી પ્રતિભાને ઓળખી શકતા નથી. અન્ય એક યુઝરે લખ્યું, ‘અમને આવી વધુ રિક્ષાની જરૂર છે. ઉનાળામાં, 50 ડિગ્રી તાપમાન હવે સામાન્ય છે. આને રોકવા માટે આપણે આવા વધુ પગલાં ભરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *