ગુજરાત(Gujarat): સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગર(Himmatnagar) અને આણંદ(Anand)ના ખંભાત(Khambhat)માં રામ નવમીની રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી, ત્યારબાદ દ્વારકા(Dwarka)માં રામ નવમી(Ram navami)ની રેલીમાં યુવકે ભગવો ઝંડો સળગાવી ડેટા ઉગ્ર વિવાદ સર્જાયો હતો. શહેરમાં જ્યાં રામનવમી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યાં ભગવા રંગના ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. જેમાં એક અસામાજિક તત્વે ભગવો ઝંડો સળગાવી દીધો હતો. ઘટના બાદ દ્વારકાના ભઠાણ ચોકમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને મારામારી થવાને કારણે દ્વારકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીને તાત્કાલિક ધરપકડની માંગ સાથે ભઠાણ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઝંડો સળગાવતી વખતે એક યુવકને મારમારવાની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. લોકોના ટોળા પણ પોલીસ સ્ટેશને જાણ કરવા પહોંચી રહ્યા છે. એકઠા થયેલા લોકોએ જય શ્રી રામના નારા જોરથી લગાવ્યા હતા.પોલીસે બાંહેધરી આપી છે કે ભગવો ઝંડોસળગાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવશે અને તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
રામ નવમીની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, જેમાં સાંજે ભઠાણ ચોક મસ્જિદ પાસે એક મુસ્લિમ યુવકે ભગવા ધ્વજને સળગાવી દીધો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતાં દ્વારકામાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આથી મોડી રાત્રે દ્વારકા પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. જોકે બાદમાં દ્વારકા એસપીની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.