Oppoએ ભારતમાં તેની નવી સ્માર્ટફોન સીરીઝ F21 Pro લોન્ચ કરી દીધો છે. આ શ્રેણીમાં બે સ્માર્ટફોન – Oppo F21 Pro અને Oppo F21 Pro 5G લોન્ચ થય છે. ભારતમાં લોન્ચ થતા પહેલા, બ્રાન્ડે બાંગ્લાદેશમાં આ સીરીઝનો ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ બાંગ્લાદેશમાં સિરીઝનું 4G વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, પરંતુ તેના 5G વેરિઅન્ટ વિશે કોઈ માહિતી આપી નથી, જે આજે ભારતમાં લૉન્ચ થવા જઈ રહી છે. આવો જાણીએ Oppo F21 Proની કિંમત અને ફીચર્સ વિશે.
Oppo F21 Pro કિંમત: બાંગ્લાદેશમાં લોન્ચ કરાયેલ Oppo F21 Proની કિંમત BDT 27,990 એટલે કે લગભગ 24,650 રૂપિયા છે. બ્રાન્ડે આ ફોનને માત્ર એક જ કૉન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે – 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ.
આ ફોન બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે: કોસ્મિક બ્લેક અને સનસેટ ઓરેન્જમાં મળે છે. ભારતમાં કંપની આ ફોનને આજે એટલે કે 12 માર્ચે લોન્ચ કરવા જઈ રહી છે. લીક થયેલા અહેવાલો અનુસાર, આ હેન્ડસેટ લગભગ 21 હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ થઈ શકે છે.
વિશિષ્ટતાઓ: બાંગ્લાદેશમાં લોન્ચ થયેલ Oppo F21 Pro સ્માર્ટફોન Android 12 પર આધારિત Color OS 12.1 પર કામ કરે છે. હેન્ડસેટમાં 6.43-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં 180Hzનો ટચ સેમ્પલિંગ રેટ મળે છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય લેન્સ 64MP છે. આ ઉપરાંત સેટઅપમાં 2MP માઇક્રો લેન્સ અને 2MP મોનોક્રોમ કેમેરા આપવામાં આવ્યો છે.
ફ્રન્ટમાં કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GB UFS 2.2 સ્ટોરેજ છે. તમે માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજને એક્સપેંડ કરી શકો છો. ઉપકરણને પાવર આપવા માટે, 4500mAh બેટરી આપવામાં આવી છે, જે 33W સુપર VOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, બ્લૂટૂથ, વાઇફાઇ, હેડફોન જેક અને USB Type-C પોર્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.