માતા બની નિર્દય, નિર્મમ, નૃશંગ… – નવ માસના બાળકે પછાડી-પછાડી માર્યા મુક્કા, વિડીયો જોઈ કાળજું કંપી ઉઠશે

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે જેમાં એક માતા બાળકને નિર્દયતાથી માર મારી રહી છે. પોલીસને તપાસ…

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે જેમાં એક માતા બાળકને નિર્દયતાથી માર મારી રહી છે. પોલીસને તપાસ દરમ્યાન આ વીડિયો જમ્મુ અને કાશ્મીરનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકાસ્પદ મહિલાની ધરપકડ કરી છે. આ ક્રૂર જનેતાનો વિડીયો પણ વાઈરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, માતા તેના ખોળામાં રડતા બાળક સાથે બેડ પર બેઠેલી અને કોઈની સાથે દલીલ કરતી જોઈ શકાય છે. 45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. ત્યારે માતા બાળકને પલંગ પર પછાડતા પહેલા તેનું ગળુ દબાવીને, મુક્કા મારે છે અને થપ્પડ પણ મારે છે.

વાયરલ વીડિયોની નોંધ લેતા જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં બાળકીને મારતી દેખાતી મહિલા જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાની રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, હાલમાં બાળક સલામત છે. ધરપકડ કરાયેલ મહિલા નવજાત શિશુની માતા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, નેટીઝન્સે મહિલા સામેની નિર્દયતા બદલ પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. તેણે કહ્યું કે, દેખીતી રીતે એક સંબંધી દ્વારા શૂટ કરવામાં આવેલા હ્રદયદ્રાવક વીડિયોમાં, મહિલા કથિત રીતે બાળકને માર મારતી, થપ્પડ મારતી અને બેડ પર ફેંકતી જોવા મળી હતી.

સાંબા જિલ્લાના BRI કમિલા વિસ્તારના સરપંચ મુખ્તિયાર સિંહ સાથે તેના પતિએ આ વીડિયો જોયો, તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને કેસ નોંધવામાં આવ્યો. જેને પગલે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. એસએસપી સાંબા અભિષેક મહાજને જણાવ્યું કે, બાળકને તેના પતિને સોંપી દેવામાં આવ્યું છે. જોકે, આ ઘટના એક મહિના જૂની છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોઈએ વાયરલ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *