BREAKING NEWS: સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ થામ્યો આમ આદમી પાર્ટીનો હાથ

ગુજરાત(Gujarat): રાજ્યના સૌરાષ્ટ્ર(Saurashtra)ના દિગ્ગજ નેતા ગણાતા કોંગ્રેસ(Congress)ના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે ​​કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી…

ગુજરાત(Gujarat): રાજ્યના સૌરાષ્ટ્ર(Saurashtra)ના દિગ્ગજ નેતા ગણાતા કોંગ્રેસ(Congress)ના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે ​​કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. પંદર દિવસ પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોવાની અફવા ફેલાઈ હતી અને કોંગ્રેસ દ્વારા બંને નેતાઓનો સંપર્ક કરીને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેઓ આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક કેજરીવાલને મળ્યા હતા.

આ પહેલા કોંગ્રેસ દ્વારા તેમને પ્રદેશ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ તેમને પક્ષ ન છોડવા સમજાવ્યા હતા. એક અઠવાડિયા પહેલા, સૌરાષ્ટ્ર સ્થિત બે જૂથ એટલે કે,  ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રફુલ ગઢવી અને પ્રદેશ કાર્યાલયમાં એક બેઠક દરમિયાન નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ હવે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું હાર્દિક પટેલને આપમાં જોડાવવા આમંત્રણ:
ખાનગી મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સાથે વાતચીત થઇ હતી અને કહ્યું હતું કે, નરેશ પટેલ જમીનમાંથી જાતે ઉભરી આવેલા એક આગેવાન છે. આમ આદમી પર્તિનક સંઘર્ષનો ઈતિહાસ પણ આવો જ છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા જાત બળે ઉભા થયેલા અગ્રણીઓ છે જેને કારણે તેઓએ એક પાર્ટી ઉભી કરી છે. નરેશ પટેલની સાથે સાથે હું હાર્દિક પટેલને પણ આમ આદમી પાર્ટીમાં જોડાવવા આમંત્રણ આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *