દિવસેને દિવસે અકસ્માત (Accident)ના કેસો વધતા જ જાય છે. ત્યારે હલમાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના નર્મદાપુરમ(Narmadapuram) જિલ્લામાંથી એક ખુબ જ ભયંકર માર્ગ અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ મામલો સિવની માલવા પોલીસ સ્ટેશન(Sivani Malwa Police Station) વિસ્તારનો છે.
View this post on Instagram
સિઓની માલવાથી ઈટારસી જઈ રહેલા ઓટો પર કેળાથી ભરેલો ટ્રક પલટી ગયો. જેના કારણે એક મહિલા અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. નર્મદાપુરમ જિલ્લાના રતવારા ગામ પાસે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઓટોમાં સવાર મહિલા અને બે બાળકો સિવની માલવાથી ઈટારસી જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેને ટક્કર મારતાં તે જ ઓટો પર કેળા ભરેલો ટ્રક પલટી ગયો હતો.
અકસ્માતમાં મહિલાઓ અને બાળકો ઓટોમાં જ ફસાઈ ગયા હતા. ઓટો ચાલક કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. પરંતુ, માતા અને બે બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનો અને પોલીસે સાથે મળીને ઓટોમાં દાટેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.