ભરતસિંહ સોલંકીએ કહેલું મારી અંગત થઇ જા, મહીને 1 લાખ અને ટીકીટ આપીશ- વંદના પટેલે કોંગી ધારાસભ્યોને લખ્યો પત્ર

કોંગ્રેસના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર આટલી મોટી “સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ કોઈ નેતા પર લાગ્યો હશે. મહિલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વંદનાબેન પટેલ દ્વારા ફરી એક વાર ભરત સોલંકી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને પોતાની આપવીતી પોતાનાજ શબ્દોમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અનેક પ્રદેશના નેતાઓ સમક્ષ પત્ર લખીને પોતાના હૈયાની વરાળ ઠાલવીને સત્ય હકીકત તેમના સમક્ષ મૂકી છે. આ એક્સક્લુસિવ પત્ર અમારા હાથ આવ્યો છે જેમાં લખ્યું છે કે,

હું જ્યારે 2017 માં કોંગ્રેસમાં જોડાઈ ત્યારે તે વખતે પ્રમુખ પદે ભરતભાઈ સોલંકી હતા. કોંગ્રેસમાં જોડાઈ તે પહેલા આપ પાર્ટીમાં પ્રદેશ મહિલા પ્રમુખ પદે હતી અને કેજરીવાલ સાહેબ મને ડાયરેક્ટ ફોન કરીને ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરતા ટૂંકમાં આપ પાર્ટીમાં મારું અગત્યનું અને મોભાનું સ્થાન હતું. વળી હું પાસ આંદોલનમાં પણ ઘણી સક્રિય હતી. આંદોલન સમયે મે સાબરમતી જેલમાં એક મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો છે. આપ પાર્ટીમાં મારુ મોભાનું સ્થાન અને ગુજરાતના પાટીદારોમાં પાસના મહિલા અગ્રણી હોવાને નાતે કોંગ્રેસ પાર્ટીએ મને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપેલ.

મારી ફરજના ભાગરૂપે મેં કોંગ્રેસમાં તનતોડ મહેનત કરવાનું શરુ કરી દીધેલું અને કોંગ્રેસને સત્તા માં લાવવા માટે ગુજરાતની પ્રજામાં શાક વધે તેવા શુભ ઇરાદાથી સાથે હું કામે લાગી ગઈ હતી. તે વખતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા. તો તેમની દોરીસંચાર અને ગાઇડલાઇન તેમજ સૂચના પ્રમાણે કામ કરવું પડે તે સ્વાભાવિક અને વ્યવહારુ પણ હતું. આ સમય દરમ્યાન કોંગ્રેસની મીટિંગ ઓકે પ્રવૃત્તિઓ દરમિયાન ભરતસિંહ સોલંકીની મારા પ્રત્યે જોવાની દ્રષ્ટિ સાધારણ નહોતી.

ભરતસિંહ સોલંકીની મારી તરફે જોવાની રીત ભાત તેમના વાણી વર્તન અભદ્ર હતા. તેથી સહજભાવે મેં તેમના થી બચવા માટે અને તેમના મલિન ઇરાદાથી દૂર રહેવા, મેં તેમના થી અંતર રાખવાનું નક્કી કર્યું. પણ આ વાત ભરતસિંહ સોલંકીને હજમ થઈ નહીં એટલે આગળ વધીને તેમણે મારી પાસે અભદ્ર માંગણી મૂકી ભરતસિંહ સોલંકીએ મને કહ્યું, જો તારે કોંગ્રેસમાં આગળ વધવું હોય તો તારે ફરજિયાત મારી અંગત બનવું પડશે અને જો તું મારી અંગત બનીશ અને મારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ તો મહિને એક લાખ રૂપિયા પગાર આપીશ અને ઊંચામાં ઊંચો હોદ્દો આપીશ તેમજ તુ જે આંગળી મુકીશ ત્યાં તને ટિકિટ મળી જશે.

ભરતસિંહ સોલંકીની ચેટ અને મેસેજ ના કારણે સૌપ્રથમ તો મને ખૂબ જ આઘાત લાગ્યો અને હું ડઘાઈ ગઈ. હું વિચારવા લાગી કે રાષ્ટ્રીય લેવલે ખૂબ જ મોટું કદ ધરાવતી અને સ્વચ્છ પાર્ટીની છાપ ધરાવતી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખનો ઉચ્ચ હોદ્દો ધરાવતા વ્યક્તિ પાસે આટલી નીચ અને વિકૃત માનસિકતા.

ત્યારબાદ પણ ભરત સિંહ ની વાતો અને ઈરાદાઓને હું ટાળતી રહી હતી અને ધ્યાને લેતી ન હતી. છતાં પણ ભરતસિંહ ટસના મસ થયા નોહતાં અને તેમની ગંદી હરકતો ચાલુ રાખી હ.તી તેથી સમય જતા કંટાળીને મે તમામ વિગતો તેમના ભાઈ અમીત ચાવડાને જણાવેલ. ચેટરૂપે પૂરાવા પણ આપેલા ત્યારે અમિતભાઈ મને કહેવા લાગ્યા કે મારા ભાઈની આ કમજોરી છે. તેઓ આ બાબતે ખુબજ વિકૃત છે અને તેમને આવું બધું ખૂબ ગમે છે અને આ બધી પક્ષની અંદરની વાતો કેહવાય તમારે બધું ભૂલી જવાનું.

હવે તમને ભરતસિંહ કોઈ પણ પ્રકારના બીભત્સ મેસેજ કે ગંદી હરકત નહિ કરે તેવું આશ્વાશન આપતા. તેમના આશ્વાશનને માન્ય રાખી હું બધું ભૂલીને ફરી પક્ષના હિતને ધ્યાનમાં લઈ પક્ષ તરફથી આપવામાં આવેલ ગાંધીનગર જિલ્લા શહેર પ્રભારી અને પ્રદેશ મહામંત્રીના પદે જવાબદારી નિભાવવામાં લાગી ગયેલ. પણ અમીત ચાવડાએ ભરતસિંહ વિરૂધ્ધ કોઈ પણ પ્રકારના પગલાં ના લીધા અને ફરિયાદ પણ ગંભીરતાથી ના લીધી.

ત્યારબાદ ભરતસિંહ સોલંકી અને રેશમા સોલંકીના વચ્ચેના દામ્પત્ય જીવનના અંગત મતભેદ થવા સમયે પણ મને નિમિત્ત માનીને ભરતસિંહ સોલંકીએ મને કહ્યું કે મારું કોઈ કઈ બગાડી નહિ શકે. તું સોનિયા ગાંધી પાસે જા કે રાહુલ ગાંધી પાસે જઈને મારી ફરિયાદ કર કોઈ મારું કઈ ઉખાડી નહિ શકે અને મને કોઈ ફરક નહિ પડે. તારા જેવા કેટલાય લોકોએ ફરિયાદ કરી કરીને થાકી ગયા છે. છતાંય આજ સુધી મારું કોઈ કઈ જ ઉખાડી શક્યું નથી. હું કોઈ થી ડરતો પણ નથી. ગુજરાતનો એક પણ નેતા તને સપોર્ટ નહિ કરે કેમ કે હું હાથી છું અને હાથી જ રહેવાનો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *