ઓસ્ટ્રેલિયામાં રહેતા પટેલના દીકરાની વૈભવી જીવનશૈલી- શોખ પુરા કરવા ખર્ચે છે લાખો રૂપિયા

શોખ(Hobby) મોટી વસ્તુ છે. માણસ પોતાના શોખ પૂરવા કરવા કંઈ પણ કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને  ગુજરાતી (Gujarati)ઓને ફેન્સી નંબર પ્લેટનું હંમેશાં આકર્ષણ…

શોખ(Hobby) મોટી વસ્તુ છે. માણસ પોતાના શોખ પૂરવા કરવા કંઈ પણ કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને  ગુજરાતી (Gujarati)ઓને ફેન્સી નંબર પ્લેટનું હંમેશાં આકર્ષણ રહ્યું છે. એ માટે શોખીન ગુજરાતીઓ લાખો રૂપિયા પણ ખર્ચવા તૈયાર થઈ જાય છે. ગુજરાતીઓનો આ મિજાજ વિદેશમાં પણ જળવાયો છે. વિદેશ (Abroad)માં પણ ગુજરાતીઓ મનપસંદ નંબર માટે ગમે તેટલા ડોલર્સ ખર્ચવા તૈયાર થઈ જાય છે. આવો જ એક યુવાન એટલે મંથન રાદડિયા. મૂળ અમરેલી જિલ્લાના પટેલનો દીકરો ઓસ્ટ્રેલિયા (Australia)માં MUKHI (મુખી) નંબર પ્લેટ (Number plate)ની લક્ઝુરિયર્સ કારમાં ફરે છે. મંથન રાદડિયાએ અત્યાર સુધીમાં કુલ 5 કાર્સ ફેરવી છે, જે તમામની નંબર પ્લેટ MUKHI (મુખી) નામથી હતી. આ માટે તે લાખો રૂપિયા ખર્ચે છે.

છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતો મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધજડી ગામનો વતની મંથન રાદડિયા તેના શોખ માટે લાખો રૂપિયા ખર્ચે છે. મંથનના માતા-પિતા હાલ અમદાવાદના નિકોલમાં રહે છે. વર્ષ 2017માં ધોરણ-12 પૂરું કર્યા બાદ વધુ અભ્યાસ માટે મંથન ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ અને ત્યાર બાદ ડિપ્લોમાં ઈન હોસ્પિટાલિટીનો કોર્સ કર્યો હતો. જોકે મંથનને ગ્રોસરીના બિઝનેસમાં રસ જાગતા તેણે આમાં ઝંપલાવ્યું હતું. હાલ તે પર્થ સિટિમાં ઈન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ કરીને હોલસેલ વેચે છે.

પાંચ-પાંચ કાર ફેરવી, હવે છઠ્ઠી કાર લેશે:
મંથને કહ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પહેલી કાર મેલબોર્નમાં ખરીદી તો MUKHI નંબર પ્લેટ લેવા માટે એક હજાર ડોલર ખર્ચ્યા હતા. ત્યાર બાદ પર્થમાં પણ વધુ એક કાર આજ નંબર પ્લેટથી ખરીદી હતી. મેં ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષમાં પાંચ કાર બદલી છે, જેમાં જીપથી લઈને ઓડી કાર સામેલ છે. આ તમામ કારનો નંબર MUKHI હતો. હવે હું બે હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (1.11 લાખ) ખર્ચીને વધુ એક MUKHI નામ વાળી નંબર પ્લેટ લેવાનો છું.’

MUKHI નંબર જ કેમ? રસપ્રદ છે કારણ:
આ પછી મંથનને કાર માટે MUKHI નંબર પ્લેટ જ કેમ? એ અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે જણાવ્યું કે, ‘મારા દાદાજી લાલજીભાઈ રાદડિયા એમના સમયમાં ગામના મુખી હતાં. સરપંચનો હોદ્દો પછી આવ્યો. ગામના લોકોને કોઈ કામ હોય તો સૌ પહેલાં ગામના મુખીને મળતા. ગામમાં એમની ખૂબ માન-મર્યાદા હતી. એ વખતે મારા દાદા ઘોડો લઈને નીકળતા ત્યારે ઘોડાના ડાબલાના અવાજથી રાહદારીઓને જાણ થઈ જતી કે મુખી આવ્યા એટલે બધા ઊભા રહી જતાં. મારા દાદા જીવ્યા ત્યાં સુધી ગામના મુખી રહ્યા હતા. આ બધું મેં મારા પિતા, મોટાબાપુજી અને ફોઈ પાસેથી સાંભળ્યું છે.’ આ વાત કરતાં સમયે મંથન એકદમ ભાવુક થઈ ગયો હતો. મંથને MUKHI નંબર પ્લેટનું આ રસપ્રદ કારણ જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન્સ પણ નંબર અંગે ઉત્સુક થઈને પૂછે છે:
MUKHI નામ જોઈને ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણાં ભારતીયો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ પણ નંબર પ્લેટ અંગે સવાલ પૂછતા રહે છે. આ બધાને મંથન પોતાના દાદા અને તેમના પ્રત્યેની લાગણીની વાત કહે છે. મંથન બે વર્ષ અગાઉ અમદાવાદ આવ્યો ત્યારે પિતાને એક કાર ગિફ્ટ કરી હતી. આ કારની પાછળ તેણે MUKHI લખાવ્યું હતું.

સ્પેશિયલ નંબર લેવા માટેની પ્રોસેસ શું?
સ્પેશિયલ નંબર લેવાની પ્રોસેસ અંગે પૂછતાં મંથને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં એક રિકવેસ્ટ મોકલવાની હોય છે. એ પછી તમે મોકલેલા નંબરનો કોઈ ખોટો અર્થ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. જો તેમને નંબર જેન્યુઇન લાગે તો જ એ નંબરની રિકવેસ્ટ અપ્રૂવ કરે છે. અમુક સ્થાનિક લોકો એવા નંબરની રિકવેસ્ટ કરતાં હોય છે, જેના ખરાબ કે ઉલ્ટા અર્થ થતા હોય છે. આ લોકોની રિક્વેસ્ટ અપ્રૂવ નથી થતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *