મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Chief Minister Shivraj Singh Chauhan) એક લગ્ન સમારોહમાં લપસીને પડી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે આવેલા સુરક્ષાકર્મીઓએ તેમને ઝડપી લીધા હતા. આ સમગ્ર ઘટના ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુર સ્થિત એક મોટી હોટલમાં બની હતી.
જિલ્લાના કાશીપુરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સહ-મહાસચિવ શિવ પ્રકાશના ભત્રીજાના લગ્ન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા દેશના અનેક રાજ્યોમાંથી ભાજપના મુખ્યમંત્રીઓ અને મોટા નેતાઓ આવ્યા હતા. આ મહેમાનોમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ હતા.
લગ્ન સમારોહમાં પહોંચેલા મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ખાઈ ગયા લથડિયું #ShivrajSinghChouhan #MadhyaPradesh pic.twitter.com/YPu8C96Z35
— Trishul News (@TrishulNews) April 19, 2022
આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે સીએમ શિવરાજ ભોજન સમારંભના કાર્યક્રમ માટે નીકળ્યા કે તરત જ તેઓ સીડી પરથી લપસીને પડી ગયા. જેના કારણે ભાજપના કાર્યકરો અને તેમની સાથે રહેલા સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે તરત જ સુરક્ષાકર્મીઓએ તેને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાજપના રાષ્ટ્રીય નેતા શિવ પ્રકાશના ભત્રીજાના લગ્નનું રિસેપ્શન કાશીપુરના બાજપુર રોડ પર આવેલી એક મોટી હોટલમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ધારાસભ્ય પુત્ર પંકજ સિંહ સહિત દેશની અનેક રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.