પોતાની TRP કરવા પહોંચેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોઢે ચોપડનાર રોમાનિયાના મેયરે જણાવી ચોંકાવનારી વાત

યુક્રેન(Ukraine)માં ફસાયેલા ભારતીયોને લાવવા રોમાનિયા(Romania) પહોંચેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia) અને રોમાનિયાના મેયરનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંધિયા અને રોમાનિયાના મેયર વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને લઈને કેટલીક વાતચીત જોવા મળી રહી છે. વાતચીત દરમિયાન રોમાનિયાના મેયર અને સિંધિયા વચ્ચે થોડી ગરમાગરમી જોવા મળી હતી. જો કે, વાતચીત દરમિયાન, સિંધિયા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મદદ માટે રોમાનિયન પ્રશાસનનો આભાર માનતા જોવા મળે છે.

રોમાનિયાના મેયરે જણાવી ચોંકાવનારી વાત:
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને સ્નાગોવના મેયર મિહાઈ એંગેલ વચ્ચેનો થોડી ગરમાગરમી વીડિયો વાયરલ થયા પછી રોમાનિયનમાં જ્યાં ભારતીય વિધાર્થીઓને રાખવામાં આવ્યા હતા ત્યાં ખરેખર શું બન્યું હતું તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

એક ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું હતું કે, મેયર એંગેલે સમજાવ્યું કે તેઓ કોઈ રાજકીય કૌભાંડ નહોતા જોઈ રહ્યા પરંતુ જે કર્યું તે ભારતીય વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા, જેઓ માત્ર એક જ વસ્તુ ઈચ્છતા હતા કે, તેઓ ક્યારે પોતાના વતન જઈ રહ્યા છે?

મેયર એંગલે કહ્યું કે તેમણે ભારતીય વિદ્યાર્થીઓ વતી વાત કરી જેઓ જાણવા માગે છે કે તેઓ ક્યારે ઘરે જશે. એન્જેલે કહ્યું કે જ્યારે તેમની ટીમને 157 ભારતીય વિદ્યાર્થીઓ મળ્યા ત્યારે તેમને દૂતાવાસ તરફથી કોઈ મદદ આપવામાં આવી ન હતી. અમે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી. સાંગોવ પ્રાંતના નાગરિકોએ બધું જ આપ્યું. પછી મેં જોયું કે એક માણસ કેમેરા લઈને ઉતર્યો અને વિદ્યાર્થીઓને ઘમંડી અવાજમાં વિદ્યાર્થીઓને સંબોધવા લાગ્યા.

તેમણે વિદ્યાર્થીઓને પડી રહેલીં મુશ્કેલીઓની પરવાહ જ નહોતી, તેઓ તો તેમની છબીને ચમકાવવામાં વ્યસ્ત હતા. મેયરે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા બસો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને વિમાનની કોઈ વિગતો આપવામાં આવી ન હતી. કેટલા સમય સુધી તેઓ અહિયાં રોકાય? જ્યારે મેં જોયું કે મંત્રી વિદ્યાર્થીઓ સાથે સન્માનપૂર્વક વાત કરતા નથી ત્યારે મને ગુસ્સો આવ્યો.

જાણો શું હતો સમગ્ર મામલો?
કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયા રોમાનિયાના એક શહેરમાં રહેતા ભારતીય બાળકોને મળવા આવ્યા હતા. જ્યારે તે વિદ્યાર્થીઓ સાથે સરકારના પ્રયાસો વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે શહેરના મેયરે તેમને કડક સ્વરમાં અટકાવ્યા, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રોમાનિયાના મેયર કહે છે કે, તમે ફક્ત તમારા વિશે વાત કરો. વીડિયોમાં જોવા મળે છે કે સિંધિયા આના પર થોડા અસહજ થઇ જાય છે અને એક રીતે નારાજ થઈને કહે છે કે મારે શું બોલવું તતે હું નક્કી કરીશ?

મેયરે ફરીથી તેમને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, તમે તમારું કામ કરો, અમે આ બાળકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, તમે નહીં. જ્યારે તમે તેમને ઘરે લઈ જશો ત્યારે તમે તેમને કહો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ તાળીઓ પાડીને મેયરનું સમર્થન કરે છે. આ વીડિયોને લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. જોકે, આ વાયરલ વીડિયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.

રોમાનિયાના મેયર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે તુ તુ-મૈં મૈંના આ વીડિયોને લઈને કોંગ્રેસના ઘણા નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે ‘જુમલા ભારતમાં કામ કરે છે પરંતુ વિદેશની ધરતી પર નહીં. જુઓ કેવી રીતે રોમાનિયાના મેયરે રાહત શિબિરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પાઠ ભણાવ્યો, કહ્યું તમે અહીંથી ક્યારે નીકળશો. અમે રાહત શિબિરમાં જગ્યા અને ખોરાક આપી રહ્યા છીએ, તમે નહીં. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આ દરમિયાન વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *