કોંગ્રેસના આ મહિલા ધારાસભ્યએ માનવતા મહેકાવી, કોરોનામાં માતાવિહોણી થયેલી દીકરીનું લગ્ન અને કન્યાદાન કરશે

કોરોના (Corona)ના સમયગાળા દરમિયાન કેટલાય પરિવારો વેર-વિખેર થઈ ગયા હતા. એવામાં આ કઈક એવા જ પરિવારની વાત સામે આવી છે. આ વાત સુઇગામ(Suigam) તાલુકાના ઉચોસણ(Uchosan) ગામની છે. અહીંના રહેવાસી હંસાબેન બળવંતજી ઠાકોર કોરોના પોઝીટીવ હતા, એ સમયે જયારે ઓક્સિજન (Oxygen)ની ભયંકર અછત હતી. તે દરમિયાન હંસાબેનને તેના મૃત્યુના ભય કરતા તેની દીકરીને પરણાવવાની ચિંતા વધારે હતી. આ ચિંતા તેમણે વાવ સુઈગામ ભાભરની ધારાસભ્ય ગેનીબેન ઠાકોર(Ganiben Thakor) સમક્ષ રજુ કરી હતી.

આ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હંસાબેનનો જીવ બચાવવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ મેં કર્યા હતા. આ તો કુદરતની ઈચ્છા છે, તેમ છતાં પણ મેં બનતા પ્રયત્નો કર્યા હતા. પરંતુ, કુદરત ની ઈચ્છા આગળ મારી ઇચ્છાઓનું જોર ન ચાલ્યું અને હંસાબેનનું નિધન થયું હતું. આ પહેલા મેં હંસાબેનને વચન આપ્યું હતું કે, તમારો જીવ બચાવવો એ મારા હાથમાં નથી, પરંતુ તમારી દીકરીના લગ્ન તમારી ઈચ્છા કરતા પણ સારી રીતે કરીશ. તેથી મેં આપેલ વચન મુજબ હંસાબેને જન્મ આપેલ પરંતુ, મારા વચન થકી દત્તક દીકરી સંગીતાબેનના લગ્ન અને ભોજન સમારંભ તારીખ 23/4/2022ને શનિવારના રોજ સવારે 10 કલાકે સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે ભાભર હાઈવે ભારત માલા 6લાઈન ઉપર રાખેલ છે.

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સૌને આમંત્રણ આપતા કહ્યું છે કે, “વાવ સુઈગામ ભાભરની ધારાસભ્ય કરતા આપની સેવક ગેનીબેન ઠાકોર આપ સહુ આમંત્રિત સર્વે જ્ઞાતિના વડીલો, યુવાનો, માતાઓ,  બહેનો અને આગેવાનશ્રીને મારા રામ રામ અને વંદન. મારા સંકલ્પના સાક્ષી બનવા અને વિશેષ સંજોગોમાં દત્તક દીકરી તરીકે સ્વીકારેલ એક માતાની જવાબદારીના સામિયાણાની શોભા વધારવા દીકરીને સંસારિક જીવન યાત્રામાં પગ માંડવાના અવસરે અંતરના આશીર્વાદ આપવા રૂબરૂ પધારવા આમંત્રણ મોકલેલ છે. તેમ છતાં ક્યાંય ચુક રહી હોય તો ક્ષમા કરી પધારવા આમંત્રિત કરું છું. જય ધરણીધર!!!”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *