ધોળા દિવસે આંખોમાં મરચું નાખી બદમાશો એક કરોડ લુંટીને થયા ફરાર

દિવસેને દિવસે હત્યા(Murder), લુટ-ફાટ વગેરેના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ દિલ્હી(Delhi) નજીક ગુરુગ્રામ (Gurugram)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી…

દિવસેને દિવસે હત્યા(Murder), લુટ-ફાટ વગેરેના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ દિલ્હી(Delhi) નજીક ગુરુગ્રામ (Gurugram)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહી કેટલાક બદમાશોએ રોકડ સંગ્રહ S&IB કંપની (S&IB Company)ના કર્મચારીઓ (Employees)ની આંખમાં મરચું(Chili) નાખીને એક કરોડની રોકડ લૂંટી લીધી હતી.

એક રીપોર્ટ મુજબ, આ કંપનીના કર્મચારીઓ સવારથી જ 11 કંપનીઓમાંથી રોકડ એકઠી કરી રહ્યા હતા. આ રોકડનો સંગ્રહ કર્યા પછી કર્મચારીઓ સેક્ટર-53 HDFC બેંકમાં રોકડ જમા કરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઘટના બની ત્યારે કર્મચારીઓ મારુતિ કંપનીની એજન્સીમાંથી પૈસા લેવા માટે ઇકો વાનમાં રાહ જોઈ રહ્યો હતો. તે જ સમયે કેટલાક બદમાશોએ આવીને વાન કર્મચારીઓની આંખમાં ધૂળ નાખી અને બંદૂકના જોરે એક કરોડની રોકડની લુંટની ઘટનાને અંજામ  આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે બદમાશોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક જ સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે, તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *