છત્તીસગઢ(Chhattisgarh)ના રાજનાંદગાંવ(Rajnandgaon) જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો છે. પુલ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી, જેમાં પાંચ લોકો જીવતા જ આગમાં ભડથું થઇ ગયા હતા. અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણ પુત્રીઓ સાથે પતિ-પત્ની લગ્ન સમારોહમાંથી પરત ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં તેમનો અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ગુરુવાર-શુક્રવારની રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે થયો હતો. રાજનાંદગાંવ ખૈરાગઢ રોડ પર થેલકાડીહ પોલીસ સ્ટેશન હેઠળના સિંગરપુર ગામમાં કારમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, એક રાહદારી અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અલ્ટો વાહન પુલ સાથે અથડાઈને પલટી જતાં આગ લાગી હતી. ખૈરાગઢના ગોલબજારના રહેવાસી કોચર પરિવારના લોકો બાલોદથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
મૃતકોમાં પતિ પત્ની અને ત્રણ 20-25 વર્ષની પુત્રીઓનો સમાવેશ થાય છે. રાત્રે ઘટનાની માહિતી મળતા જ થાણા થેલકાડીહ અને એસડીઓપી ખૈરાગઢ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાજનાંદગાંવના અધિક પોલીસ અધિક્ષક સંજય મહાદેવાએ જણાવ્યું કે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાની તપાસમાં લાગેલી છે. પંચનામા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ફોરેન્સિક તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો હતો:
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજનાંદગાંવના સિંગરપુર નજીક અકસ્માતમાં પાંચ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ખૈરાગઢના કોચર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે, દિવસે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીની સ્થિતિ બાદ ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર વાવાઝોડાની સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.