જાણો એવું તો શું થયું કે, પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનમાં જ માથામાં ગોળી મારી… -કારણ જાણી આંખો પહોળી થઇ જશે

વારાણસી(Varanasi) કમિશનરેટના લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશન (Lalpur-Pandepur Police Station)માં તૈનાત એક પોલીસકર્મીએ શનિવારે વહેલી સવારે રિવોલ્વર વડે માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં BHUના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ભયાનક પગલું ભરતા પહેલા કોન્સ્ટેબલે તેના પુત્રને વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી હતી. કોન્સ્ટેબલ જશવંત સિંહે આવું ભયંકર પગલું કેમ ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, આઝમગઢના મેહનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પવની ખુર્દના રહેવાસી જશવંત સિંહે તેના પુત્રની સ્યુસાઈડ નોટ વોટ્સએપ પર મોકલી અને પછી પોતાની જાતને ગોળી મારી દીધી. એવું માનવામાં આવે છે કે રજા ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં હતો. સ્ટેશન ઈન્ચાર્જ એ રાજા ન આપી હોવાને કારણે અને પુત્રની બીમારીથી તેઓ પરેશાન હતા.

નાઇટ ડ્યુટી પરથી પરત ફર્યા બાદ ભર્યું પગલું:
જશવંતસિંહ પોલીસ લાઈન્સ સ્થિત સરકારી આવાસમાં રહે છે. નાઇટ ડ્યુટી બાદ તે ડ્રાઇવિંગ કરતા પહારિયા મંડી સ્થિત ધર્મકાંટા પાસે પહોંચ્યો હતો. જ્યારે નાઇટ ઓફિસર સૂર્યવંશ યાદવે ચા પીવાનું કહ્યું ત્યારે જશવંતે ના પાડી અને તે ડ્રાઇવિંગ સીટ પર બેસી રહ્યો. થોડી જ વારમાં ચા પી રહેલા પોલીસકર્મીઓએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને તેઓ ગભરાઈ ગયા.

જ્યારે તે દોડીને વાહન પાસે ગયો તો તેણે જોયું કે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા જશવંત સિંહ લોહીના ખાબોચિયામાં બેભાન હતા. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. જીપની અંદર રિવોલ્વર પડી હતી. તરત જ સાથી પોલીસકર્મીઓએ ઘાયલ જશવંતને BHU સ્થિત ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કોન્સ્ટેબલ જશવંત સિંહના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. હાલમાં જશવંતની હાલત નાજુક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *