સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના ખજોદ(khajod) વિસ્તારમાંથી એક ચકચાર મચાવતો અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડિસપોઝલ સાઈટ(Disposal site) પર JCBનું ટાયર ફાટયું હતું. જેથી પાલિકામાં સફાઈ કર્મચારી(Sweeper) તરિકે નિયુક્ત થયેલા યુવકનું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, સફાઈ કર્મચારીના મોતને પગલે પરિવાર(Family) દ્વારા ભારે આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
3 મહિના પહેલાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર શૈલેષ સોનવાડિયાના પરિવારે આક્ષેપ સાથે જણાવ્યું કે, સફાઈ કર્મચારી તરિકે નિયુક્તિ થઈ હોવા છતાં વાહનોના પંચર અને રિપેરિંગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની લાપરવાહીથી મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, 2017માં પાલિકાના કાયમી સફાઈ કર્મચારી તરિકે શૈલેષ સોનવાડિયાની નિયુક્તિ થઈ હતી. તેમની ખજોદ ડિસપોઝલ સાઈટ પર નિમણૂક થઈ હતી. ત્યારે ગઈ 13મીએ જન્મદિવસની ઉજવણી કરનાર શૈલેષનું અચાનક JCBનું ટાયર ફાટતા મોત નીપજ્યું હતું. જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
શૈલેષના મોતને લઈને પરિવારના સભ્યોએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઉપરાંત શૈલેષની બહેને પાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શૈલેષની નિમણૂક સફાઈ કામદાર તરીકે થઈ હોવા છતાં તેની પાસે અન્ય વિભાગના કામો કરાવવામાં આવતાં હતાં. જેથી પાલિકાની બેદરકારીના કારણે મારા ભાઈનું મોત નીપજ્યું છે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી ન્યાય મળે તેવી અમારી માંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.