રશિયા-યુંક્રેન યુદ્ધ દરમિયાન બંને પગ ગુમાવનારી નર્સે કર્યા લગ્ન -જુઓ ભાવુક કરી દેતી પળો

છેલ્લા ઘણાં સમયથી રશિયા યુંક્રેન યુદ્ધ ચાલી રહ્યું હતું જણાવી દઈએ કે રશિયા દ્વારા યુક્રેનમાં ખુબજ મોટા પાયે નુકસાન થયું છે. જણાવી દઈએ તમને કે રશિયાના હુમલાએ મોટાભાગના યુક્રેનને તબાહ કરી દીધું હતું. ત્યારે આ એક ઘટના એવી દુઃખદ બની હતી જેને જાણીને આપણે પણ નવાઈ લાગશે. આજે તમને એક પ્રેમી કપલ વિશેની રસપ્રદ વાત જણાવીશું.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ૨૩ વર્ષીય ઓક્સાના બાલિન્દાના ૨૭ માર્ચે લુહાન્સ્ક પ્રદેશમાં તેમના વતન લિસિચાન્સ્કમાં તેના પતિ વિક્ટર સાથે ચાલી રહી હતી, ત્યારે તેણે એક લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો. જ્યારે લેન્ડમાઇન વિસ્ફોટ થયો ત્યારે ઓકસાનાએ તેનો પગ અને ડાબા હાથની ચાર આંગળીઓ ગુમાવી દીધી હતી.

રશિયા યુંક્રેન યુદ્ધ દરમિયાન લેન્ડમાઈન બ્લાસ્ટમાં પગ ગુમાવનાર એક નર્સનો તેના પતિ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લ્વિવની એક હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા. એક વિશ્વાશ્નીય સુત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટની થોડીક સેકન્ડ પહેલા ઓકસનાએ વિક્ટરને ચેતવણી આપી જેના કારણે વિક્ટર બચી ગયો હતો.

યુક્રેનની સંસદ દ્વારા ટિ્‌વટર પર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં “ખૂબ જ ખાસ પ્રેમ કહાની” દર્શાવવામાં આવી હતી, રશિયા યુંક્રેન યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા ઓક્સાના અને વિક્ટર બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અને બાદમાં તે દિવસ પણ આવી જાય છે જ્યારે બંનેના લગ્ન લેવાયા અને હાલમાં બનેના લગ્નનો વિડીયો પણ વાઈરલ થયો છે. આ લગ્નને યુક્રેનની સંસદ દ્વારા ટિ્‌વટર પર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં “ખૂબ જ ખાસ પ્રેમ કહાની” દર્શાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *