આ વર્ષે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વાવાઝોડા (Hurricanes)ની મોટી આગાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ વર્ષની સૌથી પહેલી વાવાઝોડાની આગાહી છે. આપણે એ પણ જણાવી દઈએ કે માર્ચ(March) અને એપ્રિલ(April) મહિનો ખૂબ જ ગરમી થી ભરેલો હતો અને હજુ મે(May) મહિનો અને જૂન(June) મહિનામાં પણ ખૂબ જ ગરમી પડશે અને આ દરમિયાન એક વાવાઝોડાની શક્યતા જોવા મળી છે.
2011 થી 2021 વચ્ચે મે મહિનો આવતા જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન જોવા મળતાં હોય છે. મે મહિનામાં બંગાળની ખાડીમાં સંભવિત વાવાઝોડું ઉત્પન્ન થઇ શકે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે મે મહિનામાં પહેલા અઠવાડિયાની અંદર જ વાવાઝોડું આવી શકે છે. ચાર મેની આસપાસ થાઈલેન્ડના અખાત અને મલય દ્વીપ કલ્પમાં ચક્રવાત નું પરિભ્રમણ થવાની શક્યતા અને ત્યારબાદ તે ઝડપથી ઉત્તર અંડમાન સમુદ્ર તરફ આગળ વધે છે અને 5 મે ના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા સિસ્ટમ પર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને જો આ સિસ્ટમ ચક્રવાતનું રૂપ ધારણ કરશે તો ખૂબ જ ભયંકર હશે અને તે ભારતના પૂર્વ દરિયાકિનારાના વિસ્તારોમાં અસર કરશે તેવું જાણવા મળ્યું છે. જો આ તોફાન મજબૂત બનીને ભારત તરફ આગળ વધશે તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મ્યાનમાર અને બાંગ્લાદેશનો ખતરો ઊભો થશે. બંગાળની ખાડીમાં આ પ્રકારની મજબૂત સિસ્ટમ સક્રિય થઇ છે અને જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના હાલમાં ગ્લોબલ મોડેલના આધારે જણાઈ રહી છે.
આ સિસ્ટમથી ગુજરાતને નોંધપાત્ર અસર થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ એ લાંબાગાળાનું અનુમાન હોવાથી સચોટ અંદાજ ના રૂપમાં લેવું ન જોઈએ. આવનારા સમયમાં ચક્રવાત નું ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જશે ત્યારે ફરી એક વખત તમને જણાવવાની અમે કોશિશ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.