કળીયુગમાં પણ હાજરા હજૂર છે મોજીલા મામા દેવ, દર્શન માત્રથી દરેક દુ:ખડા થશે દુર 

ગુજરાતમાં ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાંથી એક છે માંમાંદેવનું મંદિર. શ્રી મામદેવના ભક્તો મોટા પ્રમાણમાં છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવની ઓળખ બાબતે કે ઉત્પતિ વિશેષ જાણકારી નથી. એક પ્રાચીન દંતકથા અનુસાર, શિવપુરાણમાં, દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત મહાયજ્ઞમાં તેમની પુત્રી સતી એ શિવજી સાથે લગ્ન કર્યાં હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ હતું પરંતુ સતી શિવજીને ન હતું પોતાને ન બોલાવવા બદલનો સતી જવાબ મેળવવા પિતાને ત્યાં ગયા.

ત્યારે યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીતે તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞનો ભંગ કર્યો હતો. શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્ર ઘાતથી સતીના 51 ભાગ થયા જેણે આપણે આજે ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ.

સતીના બલિદાનથી ક્રોધિત થઈને શિવે તેની જટાનો એક ભાગ તોડી નાખ્યો. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીરભદ્ર નામના દેવતાનો જન્મ થાય છે. જેની શક્તિ મહાદેવ જેવી છે. જ્યારે વીર ભદ્ર શિવાજી પાસે તેમની ઉત્પત્તિનું કારણ જાણવા જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે વિશ્વની રક્ષા કરો. તમે ખિજડોના ઝાડમાં રહેશો, તમે રબારીમાં જન્મ લેશો અને ત્યાં તમારા લોકોની સેવા કરશો. આ સેવાથી જગત તમને મામાદેવ તરીકે પૂજશે.

શિવાજીના કહેવા પ્રમાણે, વીરભદ્ર રબારીનો જન્મ ત્યાં થયો હતો અને તેમની ભક્તિમય સેવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ મામદેવ તરીકે ખ્યાતિ મેળવી હતી. એક ઘટના મુજબ, ભરવાડના બાળકને બચાવતી વખતે વીરભદ્રનું મૃત્યુ થયું હતું. ત્યારથી લોકો તેમને હઝરા હજૂર મામા દેવ કહીને તેમની પૂજા કરે છે. એક જૂની દંતકથા મુજબ ધનુભા રબારી નામના માણસના ખેતરમાં એક ખીજડાનું ઝાડ હતું. ધનુબા રબારીના પિતાએ જણાવ્યું કે, ખીજરાનાં ઝાડમાં મામાદેવ રહે છે. તેથી દરરોજ આ વૃક્ષની પૂજા કરો.

ધનુભા ઘણીવાર રોજ રાત્રે ત્યાં જ સૂઈ જતાં હતા જ્યાં ખીજડાનું ઝાડ હતું. જ્યારે તે સવારે ઉઠે ત્યારે ખેતરના બીજા છેડે હોય. આવું ઘણા દિવસ થયું. એક દિવસ ધનુભા રાતે સૂઈ ન ગયા અને અડધી રાત થઈ પછી એક વ્યક્તિ આવીને તેમની પાસે આવ્યો અને બેસી ગયો અને વાત કરવા લાગ્યો. આ જોઈને ધનુભા ચોંકી ગયા અને જય મામા દેવ કહેવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *