રાજકીય નેતાઓ એક્શન મોડમાં- રાહુલ ગાંધી, કેજરીવાલ આ તારીખે ગુજરાતના પ્રવાસે- જાણો PM મોદીનો પણ સંભવિત કાર્યક્રમ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)માં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નિશ્ચિત છે. અગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો(Political parties) આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)માં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નિશ્ચિત છે. અગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો(Political parties) આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં ફરી દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતા અઠવાડિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi), દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)નો પણ સંભવિત પ્રવાસ યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ રાજકોટમાં કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત:
આમ આદમી પાર્ટી પણ આ વખતે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે ભરૂચબાદ અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલ જાહેર સભાને ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તડામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધી 10 મેએ ગુજરાત પ્રવાસે:
કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આવનારી આગામી વિધાનસભાની ચૂંટણી સુધી શરુ રહેશે. દાહોદમાં આગામી 10મી મેના રોજ આદિવાસી અધિકાર સત્યાગ્રહ યોજાનાર છે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરવામાં આવશે. વધૂમાં સભાનું સંબોધન કરી કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ અને જુસ્સો ભરશે.

નરેન્દ્ર મોદી પણ આવતા સપ્તાહમાં રાજકોટ આવી શકે છે:
જોવામાં આવે તો ચાલુ માસમાં PM મોદી સૌરાષ્ટ્રની મુલાકાત કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આવતા સપ્તાહમાં PM નરેન્દ્ર મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેવા તેવા સંકેત દેખાઈ રહ્યા છે કારણ કે, કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગવામાં આવી છે. જો પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરવામાં આવે તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *