અમદાવાદ શહેરમાં છેડતીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારનો એક એવો બનાવ સામે આવ્યો જેમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. એક બ્યુટી પાર્લરની સ્વરૂપવાન યુવતીઓને પાસેની દુકાનનો એક કારીગર રોજ ટુકુર-ટુકુર જોયા કરતો હતો. યુવતીઓને આ જાણ થતા જ તેને ઠપકો આપ્યો. પણ રોમિયોએ યુવતીઓ સાથે હાથાપાઈ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
23 વર્ષની સ્વરૂપવાન યુવતી થલતેજમાં તેના પતિ સાથે બે વર્ષથી રહે છે, અને આ યુવતી વસ્ત્રાપુર વિસ્તારમાં એક બ્યુટી સલુન ચલાવે છે. તેની સાથે તેની મિત્ર પણ આ બિઝનેસમાં પાર્ટનર છે. આ યુવતીના સલૂનની નીચે એક રમકડાની દુકાન આવેલી છે. અહીં દુકાનમાં એક યુવક રોજ એક અઠવાડિયાથી કામ વગર આવતો હતો, અને ખરાબ નજરથી આ યુવતીઓને જોતો હતો. જેથી આ યુવતીઓ બદદાનતથી ન જોવાનું અવાર નવાર કહેતી હતી. પણ તેમ છતાં આ રોમિયો યુવક આ યુવતીઓને જોયા કરતો હતો.
શુક્રવારે સવારે આ રોમિયો યુવક સલૂન પર આવેલો ત્યારે સલૂન બંધ કરી યુવતીઓ ઘરે જતી હતી. તે દરમીયાન આ યુવકે યુવતીઓનો પીછો કર્યો હતો અને કહ્યું કે તમે મારી વાતો શુ કામ કરો છો. હું સોહમ છું તેમ કહી યુવતીઓને ગાળો બોલ્યો હતો. અન્ય યુવતીએ ગાળો બોલવાની ના પાડતા આ રોમિયોએ વાળ ખેંચી માર મારેલો. જેથી પોલીસને જાણ કરતા આ યુવક ભાગી ગયો હતો.
જેથી વસ્ત્રાપુર પોલીસે આ શખશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી સલૂનની નીચે આવેલી રમકડાની દુકાનમાં જ કામ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.