ગુજરાત(Gujarat): ગુજરાતની રાજનીતિના હડકંપ મચી ગયો છે. કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. જેને કારણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
.@BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં.
ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!— Varun Patel (@varunpateloffic) May 18, 2022
ભાજપના નેતા વરૂણ પટેલનું મહત્વનું ટ્વિટ આવ્યું સામે:
હાર્દિકના રાજીનામા પર ભાજપના નેતા વરૂણ પટેલનું મહત્વનું ટ્વિટ સામે આવ્યું છે. વરૂણ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો, ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!
હાર્દિકે રાજીનામું આપતા જાણો શું કહ્યું?
હાર્દિક પટેલે કહ્યું કે, આજે ખૂબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું એમ પણ માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ. જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચૂકવવાનો પ્રયત્ન કરીશ.
Trishul News પાસે આવી એક્સક્લુઝીવ જાણકારી:
Trishul News ને મળેલી એક્સક્લુઝીવ જાણકારી અનુસાર હાર્દિક પટેલે હવે ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે. દિવસ અગાઉ જે ત્રિશુલ ન્યુઝ આગાહી કરી હતી કે, અમિત શાહ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે ભાજપ ને મદદરૂપ થવાનો વાયદો કર્યો હતો અને પોતાની વિધાનસભા ટિકિટ માટેનું પ્રોમિસ પણ મેળવી લીધું હતું.
હાલમાં સમીકરણો બદલાતાં હાર્દિક પટેલે વિરમગામ નહીં પરંતુ વટવા વિધાનસભા માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી લીધી છે અને આગામી પાંચ દિવસમાં હાર્દિક ગાંધીનગર કમલમ ખાતે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીમાં થી કોઈ નેતાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.