ભગવંત માનની મોંઘી સફર: ગુજરાત પ્રવાસ દરમિયાન થયો અધધ… આટલા લાખનો ખર્ચ

પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) અને આમ આદમી પાર્ટી(AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગુજરાત(Gujarat) મુલાકાત માટે ઉપયોગમાં લેવાતા વિમાન માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગને રૂ.…

પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) અને આમ આદમી પાર્ટી(AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગુજરાત(Gujarat) મુલાકાત માટે ઉપયોગમાં લેવાતા વિમાન માટે રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગને રૂ. 44.86 લાખનું બિલ ચૂકવવું પડશે. ભગવંત માન અને કેજરીવાલે 1 થી 3 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી અને ત્યાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની વર્ચ્યુઅલ શરૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ભગવંત માન અને કેજરીવાલે સાબરમતી આશ્રમ સહિત અનેક અગ્રણી સ્થળોની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં રોડ શોનું આયોજન કરતી વખતે જનતાને સંબોધિત કરી હતી.

ભટિંડાના રહેવાસી હરમિલાપ સિંહ ગ્રેવાલ, જેઓ અગાઉ આમ આદમી પાર્ટીના સભ્ય હતા અને ટિકિટ ન મળતા પાર્ટી છોડીને સંયુક્ત સમાજ મોરચાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, તેમણે ભગવંત માન વતી RTI હેઠળ અરજી કરી હતી. ગુજરાત અને હિમાચલ પ્રદેશની મુલાકાત અંગેના ખર્ચની વિગતો માંગવામાં આવી હતી.

નાગરિક ઉડ્ડયન વિભાગે માહિતી આપી છે કે, 1 થી 3 એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાત માટે ભાડે લેવામાં આવેલા વિમાન માટે વિભાગને 44,85,967 રૂપિયાનું બિલ મળ્યું છે. જો કે, વિભાગ દ્વારા જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રીની હિમાચલ પ્રદેશની મુલાકાત સરકારી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી હતી, જેની સરકારી મુલાકાતમાં નોંધવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *