રાજપૂત અને આહીર સમાજના અગ્રણીઓ, સરપંચ સહીત અનેક લોકો AAPમાં જોડાતા સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

ગુજરાત(Gujarat): આગામી સમયમાં 2022ની વિધાનસભા ચુંટણી આવી રહી છે અને આ ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જંગ જોવા મળશે. પછી તે ભલે ભાજપ(BJP) હોય, આપ(AAP) હોય કે કોંગ્રેસ(Congress). તમામ પાર્ટીઓએ ચુંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાતની વિધાનસભાની ચુંટણી પર છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરિવર્તન યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રાને બહોળું જન સમર્થન મળી રહ્યું છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામના પુર્વ સરપંચ તેમજ આહિર સમાજના અગ્રણી સામંત રામ, ખોડાદા ગામના પુર્વ સરપંચ અને રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક આગેવાનો ખંભાળીયા ગામના કારડીયા સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીના જનસમર્થનને જોઇને વિપક્ષી પાર્ટીના પાટિયા ધ્રુજવા લાગ્યા:
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટી સામે જાણે કે સીધી લડાઈમાં ના ઊતરી ગયા હોય! જોકે સામે પક્ષે આમ આદમી પાર્ટી પાછી પાની કરવાનું નામ નથી લઇ રહી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *