સુરત(ગુજરાત): હાલમાં સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station) પર ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવી(CCTV)માં કેદ થયો છે. જાણવા મળ્યું છે કે, સુરત રેલ્વે સ્ટેશન પર નાસ્તો લઈને ચાલતી ટ્રેન(Train)માં ચડતી વખતે મહિલાનો પગ લપસતા તે પ્લેટફોર્મ(Platform) અને ટ્રેનની વચ્ચે આવી ગઈ હતી. આ દરમિયાન, બુમાબુમ કરતા ત્રણ ડબ્બા પસાર થયા બાદ ટ્રેન ઊભી રહી ગઈ હતી અને મહિલાનો જીવ બચી ગયો હતો.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર રાજસ્થાનથી સુરત સ્ટેશન પર આવેલી ટ્રેન આગળની સફર કરતા એક ગંભીર ઘટના સર્જાઈ હતી. 40 વર્ષીય મહિલા પ્રવાસી બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા ગઈ હતી. ત્યારે ચાલુ ટ્રેનમાં ચડતી વખતે તેનો લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે આવી ગઈ હતી.
ત્યારે મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોએ બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન મહિલાને દીવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી હતી. અંદાજે ત્રણ જેટલા ડબ્બા પસાર થયા બાદ ટ્રેન ઉભી રહી જતા સ્ટેશન પરના કૂલીઓ દ્વારા મહિલાને બહાર કાઢવામાં આવી હતી. સદભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. જોકે, મહિલાને માથામાં ઈજા થતાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.