લોકોના જીવ સાથે રમી યોગેશ પટેલ બીજાની ડિગ્રીએ ડોક્ટર બની ચલાવતો હતો હોસ્પિટલ! જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો

સલામત ગણાતા ગુજરત (Gujarat)માં હવે ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના પાટણ (Patan) માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પાટણમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી આઇસીયુ (ICU) અને હોસ્પિટલ (Hospital) ચલાવતા ડૉ. યોગેશ પટેલ (Dr. Yogesh Patel)ની એમ.બી.બી.એસ (MBBS)ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવી હતી. જેની બાતામી આરોગ્ય વિભાગને મળતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે પાટણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સર્ટી ખોટું નીકળ્યું હતું:
પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર પ્રસિદ્ધ હોસ્પિટલના ડૉકટર યોગેશ પટેલ બીજાના એમ.બી.બી.એસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી.બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ખુલાસો થયો છે.

આ સિવાય એમબીબીએસ ડૉકટર તરીકે તેમને રજૂ કરેલું સર્ટી પણ ખોટું નીકળ્યું હતું. આ રીતે બીજાના એમ.બી.બી.એસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી હોસ્પિટલ ચલાવી રહેલા ડૉકટર યોગેશ પટેલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવા માટે શુક્રવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખી ડોક્ટરની ડિગ્રીની વિગતો માગવામાં આવી હતી.

બીજાની ડિગ્રીએ ડોક્ટર બન્યો:
આ અંગે વધુ ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, યોગેશ પટેલ દ્વારા એમ.બી.બી.એસની ડિગ્રીને જે રજિસ્ટ્રેશન નંબર G-18505 આપવામાં આવ્યો છે. તે ડિગ્રી તેમનાં નામની નથી તે ડિગ્રી સંઘવી આશેષ હર્ષદભાઈના નામની ગુજરાત યુનિવર્સિટી 1990માં મેળવેલી છે. તેમજ તેમનાં નામે મેડીકલ કાઉન્સિલમાં કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલું નથી. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડૉકટર યોગેશ પટેલ વિરુદ્ધ તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશ કુમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *