મોબાઇલને કારણે ભાઈ, ભાઈની જ હત્યા કરવા મજબુર બન્યો, તારથી હાથ-પગ બાંધી આપ્યું ખૌફનાક મોત

ખેડા(Kheda): આજના મોર્ડન યુગમાં દરેક પાસે સ્માર્ટ ફોન(Smart phone) હોય જ છે. જેમાંથી ખાસ કરીને યુવાધનને તેની લત લાગેલી હોય છે. જેમાંથી કેટલાક તેનો સારો ઉપયોગ કરે છે, જયારે ઘણા યુવાનો સ્માર્ટ ફોનને કારણે ગેરમાર્ગે દોરી જતા હોય છે. હાલમાં આવી જ એક ચકચારી ઘટના ખેડામાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં મધ્ય ગુજરાત (Gujarat)ના ખેડા જિલ્લામાં મોબાઈલ ગેમ(Mobile game) રમવા બાબતે પિતરાઈ ભાઈએ પિતરાઈ ભાઈની હત્યાની કરી નાખી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

વાસ્તવમાં, ગત તારીખ 22મી મેના રોજ ખેડા જિલ્લાના ગોબલજ ગામે બે પિતરાઈ મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ગેમ રમવાનો વારો બીજા ભાઈનો આવતા તેણે મોબાઈલ ફોન આપવાની ના પાડી દીધી હતી. જે બાદમાં ગુસ્સે ભરાયેલા પિતરાઈએ બીજાની પિતરાઈની માથામાં બોથડ પદાર્થનો ઘા મારી દીધી હતો. માથામાં બોથડ પદાર્થનો ઘા મારતા સગીર બેભાન થઈ ગયો હતો.

હાથ-પગ બાંધી કૂવામાં ફેંકી દીધો:
સગીર બેભાન થઈ જવાને કારણે હુમલો કરનાર પિતરાઈને એવું લાગ્યું કે તેનું મૃત્યું થઈ ગયું છે. જેથી બાદમાં તેના હાથ-પગ તારથી બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો. આ મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ ખુલાસો થયો હતો. આ વાતની જાણ પરિવારને થતા પરિવાર ચોકી ઉઠ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમવા બાબતે બે પિતરાઈ ભાઈ વચ્ચે મનદુઃખ થયું હતું. આવી નજીવી બબતે પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે. હાથ-પગ બાંધી કુવામાં ફેકી દેતા પરિવારે મૃતકની શોધખોળ આદરી હતી. જોકે, કોઈ પત્તો ન લાગતા પરિવારે ખેડા ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતા એક પિતરાઈ ભાઈએ જ બીજા પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો હતો.

નોંધનીય છે કે, મરણજનાર સગીર છે અને હત્યા કરનાર પિતરાઈ ભાઈ પણ સગીર છે. આ મામલે ખેડા ટાઉન પોલીસના પીએસઆઈ એચ.આચ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “બંને બાળક પકોડી ખાવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં તપાસ કરતા તે રાજસ્થાનના વાંસવાડા ખાતે પહોંચી ગયા હતા. જ્યાંથી તેમને પરત લાવ્યા હતા. આ બનાવમાં ફરિયાદનો પુત્ર અને કાયદામાં સંઘર્ષમા આવેલો બાળક મોબાઇલમાં ગેમ રમતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં એક બાળકે બીજાના માથામાં પથ્થર મારી દીધો હતો.”

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પથ્થર વાગવાને કારણે બાળક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદમાં હુમલો કરનાર બાળક ડરી ગયો હતો. આથી તેણે પોતાના પિતરાઈને મૃત હોવાનું માની લઈને તેના હાથ અને પગ તારથી બાંધી દીધા હતા. બાદમાં તેને કૂવામાં ફેંકી દીધો હતો. પોલીસ પૂછપરછમાં બાળકે પિતરાઈને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કર્યા બાદ તપાસ કરતા બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.” બનાવને પગલે પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *