કઈ દિશામાં છે ગુજરાતનું યુવાધન? રાજસ્થાનથી સુરત આવતું લાખોની કિંમતનું નશીલું અફીણ ઝડપાયું

સુરત(ગુજરાત): રાજ્યમાં ડ્રગ્સ, ગાંજો તેમજ દારુ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ઘણી વધી ગઈ છે. ત્યારે સુરતમાં પણ ઠેર-ઠેર મળી રહેતા હોય તેવું લાગી રહ્યું છે.…

સુરત(ગુજરાત): રાજ્યમાં ડ્રગ્સ, ગાંજો તેમજ દારુ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ઘણી વધી ગઈ છે. ત્યારે સુરતમાં પણ ઠેર-ઠેર મળી રહેતા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, સુરત(Surat) શહેરના ડીંડોલી(Dindoli) વિસ્તારમાં પોલીસ દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાજસ્થાન(Rajasthan)થી એક ઇસમ દ્વારા અફીણ મોકલાવવામાં આવ્યું હતું અને ડીંડોલી વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસ(Police) દ્વારા કાર્યવાહી કરી એક આરોપીને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી અને મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ નાબુદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત’ નામનું સૂત્ર આપવામાં આવ્યું છે અને નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કાર્યાવહી કરવામાં આવે છે.

જેના કારણે સુરત શહેરમાં ડ્રગ્સનું વેચાણ થઈ શકતું નથી અને લોકોએ આવી પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ. જોકે, પોલીસ દ્વારા ફરી એકવાર ડ્રગ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતની ડીંડોલી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, ડીંડોલી વિસ્તારમાં રહેતો ઈમ્મર તારામ બિશનોઇ અફીણનો જંગી જથ્થો લઈને આવી રહ્યો છે.

બાતમીના આધારે ડિંડોલી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી રાજસ્થાનનો રેહવાસી મદન પુરોહિતના સંપર્કમાં હતો અને મદને ઇમ્મરને અફીણ વેચવા માટે મોકલાવ્યું હતું.

ડીંડોલી પોલીસ દ્વારા આરોપી ઇમ્મરની ધરપકડ કરી અને તેમની પાસેથી 2.97 લાખની કિંમતનું 993 ગ્રામ અફીણ કબ્જે કરવામાં આવ્યું હતું. જોકે, અફીણનો જથ્થો મોકલનાર આરોપી મદન પુરોહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *