આજે દેશભરના લગભગ 70 હજાર પેટ્રોલ પંપ(Petrol pump) પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) પર કમિશન વધારવા માટે તેલ કંપનીઓના વિરોધમાં ઉતર્યા છે. આ પેટ્રોલ પંપના માલિકોએ 31 મેના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પાસેથી પેટ્રોલ અને ડીઝલ નહીં ખરીદવાની જાહેરાત કરી છે.
પંપ માલિકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યા બાદ પેટ્રોલિયમ કંપનીઓ ભારે નફો કરી રહી છે, પરંતુ ડીલરોના કમિશનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મંગળવારે દેશના 24 રાજ્યોમાં લગભગ 70 હજાર પેટ્રોલ પંપ માલિકો તેમના કમિશનમાં વધારો કરવાની OMCની માંગનો વિરોધ કરી રહ્યા છે. તેમણે એક દિવસ માટે કંપનીઓ પાસેથી તેલ ન ખરીદવાનું એલાન કર્યું છે.
ગ્રાહકોને કોઈ સમસ્યા નહીં થાય:
રાજ્યોના પેટ્રોલ ડીલર સંગઠનો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અનુરાગ જૈને જણાવ્યું હતું કે, આ વિરોધની રિટેલ વેચાણ અને ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. પેટ્રોલ પંપ પર બે દિવસનો સ્ટોક છે. તેથી, તેઓ મંગળવારે પણ છૂટક ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરશે. તેની અસર માત્ર કંપનીઓ પાસેથી ખરીદી પુરતી મર્યાદિત રહેશે.
આ રાજ્યોમાં થઇ રહ્યો છે વિરોધ:
પેટ્રોલ ડીલર સંગઠનોએ આજે 24 મોટા રાજ્યોમાં કંપનીઓ પાસેથી તેલ ન ખરીદવાનો વિરોધ કર્યો હતો. તેમાં ઉત્તર બંગાળ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, બિહાર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમનો સમાવેશ થાય છે. અને યુપી, મધ્યપ્રદેશના ઘણા ડીલરો પણ તેમાં સામેલ છે.
પાંચ વર્ષથી નથી બદલાયો કમિશન દર:
ડીલર્સ સંગઠનોનો આરોપ છે કે OMC અને ડીલરો વચ્ચેના કરાર હેઠળ દર 6 મહિને અમારું માર્જિન બદલવું જોઈએ, પરંતુ વર્ષ 2017 પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. આ ગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન ડીલરોએ ધંધા માટે બમણી મૂડીનું રોકાણ પણ કરવું પડ્યું, જેના માટે તેઓએ વધુ લોન પણ લીધી અને હવે વ્યાજ પણ વધુ ચૂકવી રહ્યા છે. આજે દિલ્હીમાં 400 પેટ્રોલ પંપો પર કંપનીઓ પાસેથી તેલ ખરીદવામાં આવશે નહીં જ્યારે મહારાષ્ટ્રમાં 6,500 પંપ પર ઇંધણ ખરીદવામાં આવશે.
હવે ઈટલું મળી રહ્યું છે કમીશન:
પેટ્રોલ પંપ ડીલરોને હાલમાં પેટ્રોલના છૂટક વેચાણ પર પ્રતિ લિટર રૂ. 2.90 અને ડીઝલ પર રૂ. 1.85નું કમિશન મળે છે. અનુરાગ જૈને કહ્યું કે, વર્ષ 2017માં કંપનીઓએ લીટર દીઠ 1 રૂપિયા કમિશન વધાર્યું હતું, જેમાંથી 40 પૈસા લાઇસન્સ ફીના નામે કાપવામાં આવ્યા હતા. આ પાંચ વર્ષમાં અમારા પર વીજળીનું બિલ, કર્મચારીઓનો પગાર અને બેંકના ચાર્જ સહિતના તમામ ખર્ચનો બોજ આવી ગયો છે. તેથી હવે અમે વિરોધનો આ માર્ગ અપનાવ્યો છે, જેથી કંપનીઓ અમારી માંગણીઓ પર વિચાર કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.