સુરત(ગુજરાત): આજકાલ અસલી વસ્તુના નામે નકલી માલ બજારમાં ઘણા સમયથી વેચાઈ રહ્યો છે. આ દરમિયાન, સુરત(Surat)માં અમરોલી પોલીસ(Amaroli Police) દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ(Duplicate shampoo) વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અમરોલી પોલીસ દ્વારા કોસાડ(Kosad)ના ઘરે દરોડા પાડીને 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બ્રાન્ડેડ કંપનીના નામે 36,000 રૂપિયાનું નકલી શેમ્પૂ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ કંપનીના કર્મચારીઓને જાણકારી પ્રાપ્ત થઇ હતી કે, સુરતના અમરોલી વિસ્તારમાં કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ થઇ રહ્યું છે. જેથી આ અંગે અમરોલી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસ દ્વારા ટીમ બનાવી અમરોલી કોસાડ આવાસ એચ-૧, બિલ્ડીંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, રેડ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતા હિન્દુસ્તાન યુનીલીવર લી. કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ, સનસીલ્ક જેવી બ્રાંડના સેમ્પુની બોટલોમાં ડુપ્લિકેટ શેમ્પુ ભરી વેચાણ થઇ રહ્યું હતું. પોલીસ દ્વારા અહિંથી 4 મોબાઈલ ફોન તેમજ 1581 જેટલી નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ મળી કુલ 36 હજારનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઉપરાંત, આ ઘટનામાં પોલીસ દ્વારા રાજુદીન છોટેખાન મનીહાર, મુહમ્મદ જીશાન મુહમ્મદ જલીલ, નાજીમ કલ્લન ખસરા, કમરૂદીન છોટેખાન મનીહારની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ ઝડપાયું- અત્યાર સુધીમાં કેટલાય ઘરોમાં…”