ઝાંસી(Jhansi): બુંદેલખંડ (Bundelkhand)ના ઝાંસી જિલ્લામાં બુધવારે સવારે આગ(Fire) લાગી હતી. પોલીસ સ્ટેશન કોતવાલી વિસ્તારના નરિયા બજાર સ્થિત પૂનમ વસ્ત્રાલય નામના સાડીઓના શોરૂમમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યો ફસાયા હતા. ભયાનક આગમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય સભ્યો ફસાયા છે.
મળતી માહિતી મુજબ, બુધવારે સવારે લગભગ 4:00 વાગ્યે શોરૂમમાં આગ ફાટી નીકળ્યા બાદ 3 થી 4 મોટા ધડાકા થયા હતા. જેને કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, તેમજ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અડધો ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. વહીવટી સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલ એક ડઝન ફાયર ટેન્ડર આગ ઓલવવામાં લાગેલા છે.
મળતી માહિતી મુજબ, આગ એટલી ભયાનક છે કે તે આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ રહી છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ આગમાં બે લોકોના મોત નીપજ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.