120 ની સ્પીડે જતી SUV એ દડાની જેમ બે યુવકોને ફંગોળ્યા, ટક્કર એટલી ભયંકર બંને ૧૦ ફૂટ ઉછળી…

રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર એક ભયાનક ‘હીટ એન્ડ રન’ અકસ્માતમાં થયો હતો જેમાં બાઇક સવાર બે યુવકોનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર…

રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર એક ભયાનક ‘હીટ એન્ડ રન’ અકસ્માતમાં થયો હતો જેમાં બાઇક સવાર બે યુવકોનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ બંને બાઇક સવારો 10 ફૂટ ફેકાઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જાઈ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અલવર જિલ્લાના બેહરોડને અડીને આવેલી હરિયાણાની કુંડ ચોકીની છે. ઘટના બાદ હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થઇ ગયું હતું.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, બાઇક સવાર ઈન્દ્ર સિંહ (36) અને બલરામ (37)ને શનિવારે રાત્રે લગભગ દસ વાગ્યે SUV બ્રેઝા કારે ટક્કર મારી હતી. બાઇક સવારો સ્ટેટ હાઇવે પર રોંગ સાઇડમાં બાઈક ચલાવી નારનોલ તરફ જઇ રહ્યા હતા. બંને યુવકો સીકર જિલ્લાના થાના વિસ્તારના રામપુરા ગામના રહેવાસી હતા.

પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, બંને યુવકો ટાઈલ્સ લગાડવાનું કામ કરતા હતા અને બેહરોરના મંધનમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરીને પાછા નારનોલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુંડ (હરિયાણા)માં અકસ્માત થયો હતો. અકસ્માત બાદ એકને નારનોલમાં અને બીજાને રેવાડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત થઇ ગયું હતું.

આ અકસ્માતનો સમગ્ર વીડિયો હાઈવે પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં બાઇક સવારો ડિવાઇડરની નજીકથી રોંગ સાઇડમાં આવતા દેખાઈ રહ્યા છે. તે જ સમયે સામેથી આવતી SUV કારને જોઈને બાઇક સવારે તેને સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેની સ્પીડ વધુ હોવાથી બંને અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર હાઇવે પરથી નીચે પડી ગયો હતો. જ્યારે SUV કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને કારના કુરચે કુરચા નીકળી ગયા હતા.

પોલીસે કહ્યું હતું કે, અકસ્માત પરથી એવું લાગે છે કે કાર સવારોને પણ અકસ્માતમાં ઈજા થઈ છે. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. હરિયાણાના કુંડ ચોકીના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, મૃતક બલરામના પિતા પુરનમલ યોગીએ કાર ડ્રાઈવર વિરુદ્ધ ચોકીના ઈન્ચાર્જને ફરિયાદ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *