ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આઝમગઢ(Azamgarh) જિલ્લામાં એક વ્યક્તિએ તેની પરિણીત પુત્રીની હત્યા(Murder) કરી નાખી. આ પછી તેણે લાશને લટકાવીને તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો. આ ઘટના ફુલપુર કોતવાલીના સૈયદપુર(Syedpur) ગામની છે. જ્યારે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રિપોર્ટમાં મામલો આત્મહત્યાનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું બહાર આવ્યું છે. આ પછી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આરોપી મહેન્દ્ર યાદવ સૈયદપુર ગામનો રહેવાસી છે. તેમની પુત્રી રંજનાના લગ્ન 3 મહિના પહેલા બલરામ નામના યુવક સાથે થયા હતા. થોડા દિવસોમાં સાસરિયાઓએ રંજનાને તેના પિયર મોકલી દીધી. આ પછી રંજનાને તેના પિતા મહેન્દ્ર યાદવે રંજનાને તેના મામા પાસે મોકલી હતી અને તેણે તેની બીજી પુત્રીના લગ્ન બલરામ સાથે કર્યા હતા. જ્યારે રંજનાને આ વાતની જાણ થઈ તો તેણે વિરોધ કર્યો.
રંજના માનસિક રીતે પરેશાન થવા લાગી. તે દરરોજ તેના પિતા સામે પોતાની નારાજગી વ્યક્ત કરતી રહી. 16 મેના રોજ રંજના અને તેના પિતા મહેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સામાં મહેન્દ્રએ રંજનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી લાશને લટકાવીદીધી હતી. મહેન્દ્ર યાદવે લોકોને જણાવ્યું કે તેમની પુત્રી રંજનાએ માનસિક રીતે અસ્વસ્થતાને કારણે આત્મહત્યા કરી છે. લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશ મોકલી.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે રંજનાનું મૃત્યુ ગળાનું હાડકું તૂટવાથી નહીં, પરંતુ ગળું દબાવવાને કારણે થયું હતું. આ પછી પોલીસે પરિવારના સભ્યો સહિત મૃતકના પિતા મહેન્દ્ર યાદવની પૂછપરછ કરી હતી. પોલીસે કડક પૂછપરછ કરતાં મહેન્દ્રએ ઘટનાની કબૂલાત કરી હતી.
આ ઘટનાના ખુલાસા બાદ મહેન્દ્ર યાદવની નાની દીકરીએ તેના પિતા વિરુદ્ધ ફૂલપુર કોતવાલી ખાતે તેની બહેન રંજનાની હત્યાનો કેસ દાખલ કર્યો હતો. જેના આધારે પોલીસે આરોપી મહેન્દ્ર યાદવની ધરપકડ કરી હતી. એસપીએ કહ્યું કે હત્યાના પુરાવા છુપાવીને આત્મહત્યાનો કેસ દાખલ કરનાર આરોપી મહેન્દ્ર યાદવને વૈજ્ઞાનિક તપાસના પુરાવા અને પુરાવાના આધારે આરોપી જાહેર કરવામાં આવ્યો છે. તેની સામે કેસ નોંધ્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.