પતિ સાથે ઝઘડો થતા નિષ્ઠુર માતાએ માસુમ બાળક પર ઉતાર્યો ગુસ્સો- વિડીયો જોઇને રૂવાડા બેઠા થઇ જશે

રાજસ્થાન(Rajasthan)ના ધોલપુર(Dholpur)માં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો ગુસ્સો અઢી વર્ષની માસુમ પર ઉતરી આવ્યો હતો. પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ બાળકને બેરહેમીથી માર માર્યો હતો. બાળક…

રાજસ્થાન(Rajasthan)ના ધોલપુર(Dholpur)માં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો ગુસ્સો અઢી વર્ષની માસુમ પર ઉતરી આવ્યો હતો. પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ બાળકને બેરહેમીથી માર માર્યો હતો. બાળક ચીસો પાડતું રહ્યું પણ માતાને કઈ ફર્ક પડતો ન હતો. આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ વાયરલ(Viral video) કર્યો હતો. જ્યારે આ વિડીયો પોલીસ સુધી પહોંચ્યો તો મહિલાની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, વિડીયોમાં અઢી વર્ષના માસૂમને નિર્દયતાથી મારનાર મહિલા સરોજ અલીગઢ રોડની રહેવાસી છે. આરોપી મહિલાનો પતિ બંટી દિલ્હીમાં દુકાન ચલાવે છે. તાજેતરમાં તે તેના ઘરે આવ્યો હતો. સોમવારના રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થતા મહિલાએ સાવરણી ઉપાડી અને અઢી વર્ષના માસૂમને માર મારવા લાગી હતી.

મહિલા બાળકને આમ તેમ પછાડતી રહી અને જરા પણ દયા વગર બાળકને મારતી રહી. માર મારતી વખતે બાળક જોર જોરથી બૂમો પાડતો રહ્યો, પરંતુ માતા નિર્દયતાથી માર મારતી રહી. મહિલાની સાસુએ પણ રોકવાની કોશિશ કરી, પરંતુ તે માની ન હતી. પતિની જાણ પર પોલીસ મહિલાને પોલીસ સ્ટેશન લઈ આવી અને તેની પૂછપરછ કરી રહી છે. મહિલાના લગ્ન 13 વર્ષ અગાઉ થયા હતા અને તેને બે બાળકો છે. સૌથી મોટો બાળક 6 વર્ષનો છે.

માસૂમ બાળકને નિર્દયતાથી માર મારવાનો આ વિડીયો બાડી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પતિના રિપોર્ટ પર પોલીસે જુવેનાઈલ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને મહિલાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી બિજેન્દ્ર સિંહે જણાવતા કહ્યું હતું કે, વિડીયોમાં અઢી વર્ષના માસૂમને ક્રુરતાથી માર મારતી મહિલા સરોજ અલીગઢ રોડની રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *