પતિ સાથે બજારમાં ગયેલી મહિલાના ચહેરા પર બદમાશોએ મારી દીધી બ્લેડ, ગંભીર રીતે ઘાયલ થતા 108 ટાંકા લેવા પડ્યા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ (MP Bhopal) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બદમાશોએ તેના પતિ સાથે બાઇક પર જઈ રહેલી મહિલાના ચહેરા પર એટલી નિર્દયતાથી…

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ (MP Bhopal) માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બદમાશોએ તેના પતિ સાથે બાઇક પર જઈ રહેલી મહિલાના ચહેરા પર એટલી નિર્દયતાથી બ્લેડ મારી કે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ ઘટનામાં ઘાયલ મહિલાનું કહેવું છે કે તેના ચહેરા પર 118 ટાંકા આવ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ભોપાલના ટીટી નગર વિસ્તારની છે. પીડિત મહિલા ડોક્ટર સાથે કામ કરે છે. તે તેના પતિ સાથે બાઇક પર કોઇ કામ અર્થે બજારમાં ગઇ હતી. જ્યારે મહિલાનો પતિ પાણી લેવા માટે એક દુકાન પર ગયો ત્યારે કેટલાક બદમાશો બાઇક પાસે ઉભેલી મહિલાની નજીક આવ્યા અને તેને ટોણા મારવા લાગ્યા. આનાથી ગુસ્સામાં આવીને મહિલાએ યુવકને થપ્પડ મારી દીધી હતી. મહિલા અને યુવક વચ્ચેની બૂમો સાંભળીને લોકો એકઠા થઈ જતાં બદમાશો ભાગી ગયા હતા.

આ પછી મહિલા તેના પતિ સાથે બાઇક પર જઇ રહી હતી ત્યારે બદમાશોએ મહિલા પર બ્લેડ જેવી તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે તેના ચહેરા પર આંખની નજીકના કાન સુધીના ભાગે ઉંડો ઘા થયો હતો. આ હુમલામાં મહિલાની આંખમાં પણ ઈજા થઈ હતી. ઘાયલ મહિલાનું કહેવું છે કે તેના ચહેરા પર 118 ટાંકા આવ્યા છે. મહિલા પર હુમલો કરનાર આરોપી હજુ પોલીસની પકડમાંથી બહાર છે.

આ મામલાને લઈને ડીસીપી સાઈ કૃષ્ણાએ કહ્યું કે, કલમ 324 હેઠળ બે અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે કેસ નોંધવામાં આવી રહ્યો હતો, ત્યારે મહિલા હોસ્પિટલમાં હતી, તેથી તેણીને કેટલી ઈજા થઈ તે જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં બદમાશોની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *