પંખીડાને બચાવવા કારમાંથી નીચે ઉતર્યા અને બંને મોતને ભેટ્યા- CCTV માં કેદ થયો દર્દનાક મોતનો LIVE વિડીયો

જો કોઈ બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દે તો તેનાથી મહાન વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નથી. આવી જ કે ઘટના હાલ સામે…

જો કોઈ બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દે તો તેનાથી મહાન વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ નથી. આવી જ કે ઘટના હાલ સામે આવી છે. જ્યાં એક અબોલા જીવનો જીવ બચાવવા જતા. યુવકોએ પોતાનો જીવ કુરબાન કરી દીધો. આ ઘટના મુંબઈની છે.

આજ કાલ ઘણા અકસ્માત ના વિડિઓ સામે આવે છે ત્યારે હાલ જે વિડિઓ સામે આવ્યો છે તેને જોઈ ને તમે હચમચી જશો આ વિડિઓ માં મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર ગરુડને બચાવવા કારમાંથી બહાર નીકળેલા બે લોકોને ટૅક્સીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ પ્રકારના ગંભીર અકસ્માત ની અંદર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે. બીજા અન્ય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ કરૂણ મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના નો વિડીયો સીસીટીવી કેમેરા ની અંદર કેદ થઈ ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા મારફતે માત્રામાં ફાયદો થઈ રહી છે.

મુંબઈ શહેરમાં રેહતા એક પક્ષીપ્રેમી સાથે દુખદ ઘટના બનવા પામી છે જેને જાણીને તમને ચોક્કસ દુખી દુખી થઇ જશો એ પાક્કું છે ચાલો જાણીએ તેમના વિષે અમર મનીષ જરીવાલા કારમાં ડ્રાઈવર સાથે પોતાની કાર લઈને જઈ રહ્યાં હતા.એવામાં એક બાજ પક્ષી તેમની કાર સાથે અથડાઈ ગયું અને નીચે પડી ગયું તો મનીષ ભાઈએ તેમની કાર રોકવા માટે જણાવ્યું અને તે અને તેમનો ડ્રાઈવર બંને કારની બહાર ઉતરીને પક્ષીને બચાવવા માટે ગયા.

ત્યારે ફૂલ ઝડપે આપવી એક કરે તે બંનેને ટક્કર મારી તો બંને ફંગોળાઈ ગયા અને બંને ખુબજ ગંભીર રીતે ઘાયલ થયા. જ્યાં મનીષ જરીવાલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.ડ્રાઈવરને ગંભીર ઈજાઓ આવતા તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દુખદ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે અને તેને જોઇને ખુબ જ દુખ થાય છે.

મૃતકઅમર મનીષ ના પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ ખુબ શાંત સ્વભાવના હતા અને પશુ પક્ષી પ્રેમી હતા તેમણે અબોલ જીવ પ્રત્ત્યે ખુબજ સહાનુભુતિ હતી.આ દુખદ ઘટના બાદ પરિવારના લોકોએ જણાવ્યું કે મનીષ ભાઈને પહેલાથી જ પશુ પક્ષીઓમાં રસ હતો અને તે જયારે પણ કોઈ અબોલા જીવને તકલીફઆ જોતા કે તરત જ તેની મદદ કરવા માટે ત્યાં પહોંચી જતા હતા અને તેમની આજ મદદ કરાવી ટેવ તેમના મૃત્યુનું કારણ બની. પક્ષીનો જીવ બચાવવા જતા પોતે ભગવાનને પ્યારા થઇ ગયા.

ઘટનાની સંપૂર્ણ માહિતી જોવા જઈએ તો આ ઘટના 30મી મેના રોજ બની હતી. 43 વર્ષીય અમર મનીષ જરીવાલા પોતાની કારમાં સી લિંક પરથી પસાર થઈ રહ્યા હતા. કાર તેમનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. અચાનક એક બાજ પક્ષી તેમની કાર સાથે અથડાયું અને નીચે પડી ગયું. મનીષે તરત જ કાર ઊભી રખાવી હતી અને નીચે ઊતરીને બાજને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાછળ તેમનો ડ્રાઈવર પણ કારમાંથી નીચે ઊતર્યો હતો.

પરિવારને પણ ધન્યવાદ આપવા જોઈએ કે પોતાનો વહાલસોયાને ગુમાવ્યા પછી પણ તેઓએ ટેક્સી ચાલક સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કરવાની નાં પાડી છે અને તેમણે કહ્યું છે કે પોતાના પુત્રના પક્ષી પ્રેમ અને સેવાના કાર્યો તેઓ ભવિષ્યમાં પણ આગળ શરુ રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *