વરસાદની તોફાની બેટિંગ શરુ! આ વિસ્તારમાં 4 દિવસ સુધી મન મુકીને વરસશે મેઘરાજા- આજે પણ પડશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે(Meteorological Department) ગુજરાતમાં વધુ ચાર દિવસ વરસાદની આગાહી(Rainfall forecast) કરી છે. જો વરસાદની વાત કરીએ તો આજે રાજ્યના દમણ, દાદરનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. જયારે આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં આવતીકાલે પણ વરસાદ પડી શકે છે.

ગુજરાતના 58 તાલુકામાં નોંધાયો વરસાદ:
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે.

જયારે કરજણમાં 1.5 ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે મેઘરાજા મહેરબાન થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદે સુરત જિલ્લામાં તોફાની બેટિંગ શરુ કરી દીધી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી લઇને અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. મુશળધાર વરસાદને કારણે કામરેજની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાઇ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. પાણી ભરાવવાને કારને કેટલાંક વાહનો બંધ પણ પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *