સુરતમાં 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને લિફ્ટ અંદર બાહોમાં જકડી લીધી અને… – જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં અવારનવાર છોકરીઓની છેડછાડ કરવાના મામલો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ડીંડોલી(Dindoli) વિસ્તારમાંથી સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લીફ્ટની અંદર જ કિશોરી સાથે તરુણે છેડતી કરી હતી. વિગતવાર જાણીએ સમગ્ર ઘટના…

શહેરના ડીંડોલી વિસ્તારમાં સભ્ય સમાજને શર્મસાર કરી દે તે પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં લિફ્ટની અંદર 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીની છેડતીનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કિશોરી જ્યારે લિફ્ટ અંદર હતી ત્યારે આ તરુણે તેની છેડતી કરી હતી.

છેડતીનની સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. સમગ્ર ઘટના અંગેની ખુલાસો ત્યારે થયો, જયારે કિશોરીએ આ ઘટના અંગેની જાણ તેમના પિતાને કરી. ત્યારબાદ કિશોરીના પિતાએ આ ઘટનાની અંગે પોલીસને જાણકારી આપી હતી.

પોલીસે આ ઘટનાને ધ્યાને લઈને 16 વર્ષીય કિશોરની અટકાયત કરી હતી. ચર્ચાનો વિષય તો એ બન્યો છે કે, આટલી નાની ઉંમરે આવી હરકતો કરતા છોકરાઓ કેમ જરા પણ ખચકાટ નથી અનુભવતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *