બજારમાં આવી રહી છે મર્સિડીઝની સૌથી પાવરફુલ ઑફ રોડ SUV – જાણો તેના અદ્ભુત ફીચર્સ વિશે…

મર્સિડીઝ(Mercedes) ટૂંક સમયમાં ઓફ રોડ માટે સૌથી પાવરફુલ SUV લોન્ચ કરવા જઈ રહી છે. આ SUV મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ સિરીઝનું મોડલ હશે, જે સૌથી પાવરફુલ ઑફ-રોડર…

મર્સિડીઝ(Mercedes) ટૂંક સમયમાં ઓફ રોડ માટે સૌથી પાવરફુલ SUV લોન્ચ કરવા જઈ રહી છે. આ SUV મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ સિરીઝનું મોડલ હશે, જે સૌથી પાવરફુલ ઑફ-રોડર તરીકે જાણીતી છે. હવે વર્તમાન જી-ક્લાસનું સૌથી ઓફ-રોડ સક્ષમ વેરિઅન્ટ ઓનલાઈન લીક થયું છે. નવી SUVનું નામ Crested Mercedes-AMG G63 4×4 છે. આ કાર કોઈપણ કવર વગર જોવામાં આવી છે. ઓટોમેકરે હજી સુધી તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ લીક થયેલ ફોટો સૂચવે છે કે SUV નવી ડિઝાઇન સાથે આવશે, જે તેને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સારી રીતે સક્ષમ બનાવે છે.

જી-ક્લાસનું આ વેરિઅન્ટ નવા એક્સલ સાથે સંપૂર્ણપણે સુધારેલા સસ્પેન્શન સાથે આવે છે, જે ઘણી ઊંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે. CNET દાવો કરે છે કે, આગળના બમ્પર અને ગ્રાઉન્ડ વચ્ચેનું અંતર લગભગ 351 mm છે, જ્યારે સ્ટાન્ડર્ડ G-Class 238 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે. આ કારની વેડિંગ હાઇટ પણ 70 સેમીની સરખામણીમાં 91 સેમી કરવામાં આવી છે. SUV 40-ડિગ્રી એપ્રોચ એન્ગલ સાથે આવે છે જે સ્ટાન્ડર્ડ G63 AMG પર 27 ડિગ્રીથી વધારે છે. આ SUV 22-ઇંચના ઑફ-રોડર એલોય વ્હીલ્સ સાથે આવે છે.

અન્ય ડિઝાઇન તત્વો વિશે વાત કરીએ તો, SUVને લાઇટિંગ માટે વધારાની LED લાઇટ મળે છે. સ્પેર વ્હીલ માટે નવું કવર અને વિઝ્યુઅલ સ્પેસ માટે કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર એક્સટીરિયર્સ જ નહીં, આ SUVની કેબિનમાં ઘણા અપડેટ્સ મળ્યા છે. તેમાં લેધર રેપ્ડ સીટો અને ડીનામિકા લેધર કવર્ડ સ્ટીયરીંગ વ્હીલ મળે છે. ડેશબોર્ડને સ્ટાન્ડર્ડ જી-ક્લાસની જેમ જ 12.3-ઇંચની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ સાથે ડ્યુઅલ સ્ક્રીન સાથે જોડવામાં આવ્યું છે.

આ કારના એન્જિન વિશે વાત કરીએ તો, તે એક વિશાળ 4.0-લિટર V8 ટ્વિન-ટર્બો એન્જિન દ્વારા સંચાલિત છે, જે 585 hp પાવર અને 850 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન નવ-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. તે ફોર વ્હીલ ડ્રાઇવ વિકલ્પ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ SUV લગભગ 4.5 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી લે છે. તે 100 કિમી દોડવા માટે લગભગ 20 લિટર પેટ્રોલ વાપરે છે. આ SUVની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *