સુરત(Surat): મહાનગરપાલિકા(SMC) દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન(Surat-Mumbai Western Railway) ઉપર સહારા દરવાજા(Sahara Darwaja) રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી(Surat-Bardoli) રોડ પર કરણીમાતા જંકશન(Karnimata Junction) પર અંદાજિત રૂપિયા 133.50 કરોડના ખર્ચે બ્રીજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફ્લાય ઓવરબ્રિજનું સાંસદ સી.આર.પાટીલ(CR Patil)ના હસ્તે તારીખ 19 જૂને એટલે કે આજરોજ સાંજે 05:00 કલાકે લોકાર્પણ કરવામાં આવશે. કડોદરાથી સહારા દરવાજા તરફ આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે લોકાર્પણ સમારોહ યોજાશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય કિશોર કાનાણી, સંગીતા પાટીલ, ઝંખાના પટેલ, કાંતિ બલર, પ્રવીણ ધોધારી, અરવિંદ રાણા, વી.ડી. ઝાલાવાડિયા, મેયર હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
સુરતની શાનમાં થશે વધારો:
ઓવરબ્રિજના શહેર ગણાતા એવા સુરતમાં સવા સો જેટલા ફ્લાયઓવર ઓવરબ્રિજ/ફ્લાય આવેલા છે. એક કેબલ સ્ટેઈડ બ્રિજ પણ આવેલો છે. ત્યારે આજે ફરી એક વાર મલ્ટીલેયર બ્રિજના કારણે શહેરની શાનમાં વધારો થવા જઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.